કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/પારિજાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૦. પારિજાત

લહું ના ગતિ રાત્રિની, ક્ષણો
ઠરતી આ ઝમતા તમિસ્રમાં.
વિકસી નિજ સૃષ્ટિમાં રહ્યું
નભ જેવું ગૂઢ પારિજાત; ને
ખરતાં મૃદુબંધ પુષ્પનો
સુણતો સૌરભશેષ શો ધ્વનિ!
પમરે સ્વર જે સલજ્જ ત્યાં
ગ્રહવા સંનિધિ કર્ણમૂલની.
દ્રવતા અણુ પૂર્વરાગના
વિરમે કેમ અશબ્દ કંપતા?
સ્વર એ જ ધરા પરે બધે
પથરાયો કુસુમો બની બની.
કુસુમો લય થાય કાળમાં,
પ્રસરે કેવળ શ્વેત રિક્તતા.
૧૯૬૪

(તમસા, પૃ. ૮૪)