કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૧૨. પીળી છે પાંદડી
Jump to navigation
Jump to search
૧૨. પીળી છે પાંદડી
પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો,
સોહ્ય છે રે ઝાઝો સવારથીય સાંજરો.
ઝાકળિયે બેસું હું તોય રે બપોર લાગે
આસો તે માસના અકારા,
આવડા અધિકડા ન વીત્યા વૈશાખના
આંબાની ડાળ ઝૂલનારા;
હું તો
અંજવાળી રાતનો માણું ઉજાગરો. પીળી છે પાંદડીo
કોસના તે પાણીના ઢાળિયાનું વ્હેણ મને
લાગે કાલિંદરી જેવું,
આંબલીના છાંય તે કદંબની જણાય મારા
મનનું તોફાન કોને ક્હેવું?
મેં તો
દીઠો રાધાની સંગ ખેલંતો સાંવરો. પીળી છે પાંદડીo
(સંકલિત કવિતા, પૃ. ૭૩-૭૪)