કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૧૮. પેલાં રાનભૂમિનાં લેલાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૮. પેલાં રાનભૂમિનાં લેલાં

પેલાં રાનભૂમિનાં લેલાં,
આસોને માસ માતેલાં,
આજ મારી અમરાઈમાં આવી રમતાં ઘેલાં.
ધૂળિયો જેનો રંગ,
તે પળને કાજે નૅણ ભૂલે, ના નીરખે એનાં અંગ;
વણમાગેલો સંગ મળે છે,
કોઈ પુરાતન પ્રીત ફળે છે;
કાળને વિશે ક્યાંય દીઠેલાં?
ડોક ઊંચેરી જોઈ લ્યો બા’દુર,
ચાલમાં જાણે જોઈ લ્યો દાદુર.
દૂરની કોઈ ડાળીએ બેસી કરતાં કોલાહલ,
આવતાં ઓરાં, થૈને મૂંગાં શાંય તે ધરે છલ!
કોઈ જાદુઈ પરશે મારું મન બને પિચ્છલ!
મને લઈ જાય રે ભેળાં.
(સંકલિત કવિતા, પૃ. ૯૨-૯૩)