કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૬. પોઢેલા પિયુના –
Jump to navigation
Jump to search
૬. પોઢેલા પિયુના –
(શાર્દૂલવિક્રીડિત)
(શાર્દૂલવિક્રીડિત)
પોઢેલા પિયુના પરે ઝઝૂમતી કો રંગભીની વધૂ,
વિશ્રંભે ચૂમવા ચહે નીરખીને એકાન્ત આવાસનું,
ઓચિંતી પિયુનેન ત્યાં ઊઘડતાં છાયે મુખે લાલિમા,
થંભ્યો અધ્ધર ઊગતો ક્ષિતિજથી, તેવો દીસે ચન્દ્રમા!
(શેષનાં કાવ્યો, પૃ. ૧૮)