કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૭. શું કહું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭. શું કહું?

મારા ઘર પછવાડે રે મોગરો,
એ તો ફૂલડે લળી લળી જાય રે,
સહિયર, શું રે કહું, શું ના કહું?
મારે આંગણ મો’ર્યો રે આંબલો,
એને લૂમ લૂમ
હાં રે એને પાન પાન ભરત ભરાય રે સહિયરo ૨
મારા ઘરને માથે રે અગાશિયું,
એમાં ચાંદની ભરી છલકાય રે
હાં રે એમાં ચાંદની છબાછબ થાય રે સહિયરo ૩
મારા ઘરમાં નવરંગ રે વાંસળી,
એમાં ગેબી પ્રાણ પુરાય રે
હાં રે એમાં ગેબી સૂર ગવાય રે સહિયરo ૪
મારે હૈયે જડેલો રે હીરલો,
એ તો અમથો હલહલ થાય રે
હાં રે અમથો અમથો હલ થાય રે સહિયરo ૫
મારે તેલ પૂરેલી રે દીવિયું,
તેમાં એકમાં અનેક પ્રગટાય રે
હાં રે દીવા એકમાં અનેક પ્રગટાય રે સહિયરo ૬
મારે હૈયે હજારું રે વાતડી,
કે ઊગી હૈયે હજારું રે વાતડી,
હું તો કહૌં કહું ને એક ન કહેવાય રે સહિયરo ૭

(શેષનાં કાવ્યો, પૃ. ૨૦)