કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૫૧.ત્રણ લઘુકાવ્યો (શબ્દ, શું થશે, ‘ભાષા’માંથી)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૫૧.ત્રણ લઘુકાવ્યો (શબ્દ, શું થશે, ‘ભાષા’માંથી)

લાભશંકર ઠાકર

શબ્દ
શબ્દ
વિશેષણથી ચાદર ઓઢીને ઊંઘી ગયો છે ઘસઘસાટ.
જગાડું એને ?

(`બૂમ કાગળમાં કોરા’માંથી)

શું થશે ?

તાત્ત્વિક કટોકટીમાં
મારું ક્રિયાપદ ફસાઈ ગયું છે.
શું થશે ?

(`બૂમ કાગળમાં કોરા’માંથી)

`ભાષા’માંથી

ખંડ : ૮૨ (કાવ્યપુરુષ પકડે છે)

કાવ્યપુરુષ
પંખીના પડછાયા
પકડે છે
નાખી
ભાષાજાળ.
ખંડ : ૮૪ (ભાષા તાકે)

ભાષા
પોતાના પ્રતિબિંબને
ભાષામાં
તિરંદાજ થઈ
તાકે.
(`હથિયાર વગરનો ઘા’માંથી)