કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૩૦. દશા અને દિશા
Jump to navigation
Jump to search
૩૦. દશા અને દિશા
દશા પર દાઝનારા ને દશા પર દૂઝનારાઓ
નથી હોતા ખુમારીથી જીવનમાં ઝૂઝનારાઓ;
દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રૂજનારાઓ.
કહી દો એમને કે હે દશાના પૂજનારાઓ!
દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી,
સડકને ખૂંદનારાને સડક ઝાલી નથી શકતી.