મહોબ્બત ખાર થઈ જાએ, નથી મંજૂર એ મુજને, જગત નાદાર થઈ જાએ, નથી મંજૂર એ મુજને; ચઢાવું બંદગીને અબઘડી હું ઠોકરે, કિંતુ, ખુદા લાચાર થઈ જાએ! નથી મંજૂર એ મુજને.