કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૩૯. ઐક્ય-વિધાતા પ્રાસંગિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૯. ઐક્ય-વિધાતા પ્રાસંગિક


સત્ય અને સુંદરની સાથે શિવ નજરમાં રાખે છે.
ઝેર જગતભરનું પીવાની હામ જિગરમાં રાખે છે,
કેવો ઐક્ય-વિધાતા છે મુજ દેશ, જમાનો શું સમજે?
સર્પ, મયૂર અને મૂષક જે એક જ ઘરમાં રાખે છે.

(શૂન્યનો વૈભવ, પૃ. ૪૦૧)