કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/ઉપહાર

૧૭. ઉપહાર

શું આપ્યું? શું રહી ગયું હજી આપવાનું?
દીધા અનેક ઉપહાર અજાણ, એમાં
અર્ધું દીધું હૃદય ત્યાં તુજ અર્ધું આપી
પૂરો ’વકાશ અથવા મુજ પાછું આપો.

(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૫૪)