કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૧૫. નેહ તો છે ઝાઝો ને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૫. નેહ તો છે ઝાઝો ને

નેહ છે ઝાઝો ને ઝમતી રાત રે
                  જાગો તો વ્હાલમ, જાતી રે વેળાને ઝાલી રાખીએ.
ઢળકે હૈયું ને છલકે વાત રે
                  સમજો તો, સાજન, અમરત પીધાં છે ને તરસ્યાં છીએ.
કદીયે ઊગી ના આવી રાત રે,
                  અલબેલો, આવો કદીયે છાયો’તો ક્યાં અંધકાર?
બંધ બે હોઠો ને કરું ધબકારે વાત
                  પલમાં વિતાવું આખોયે અવતાર.
સોડ રે શીળી ને ઊના શ્વાસ રે
                  માનો તો, વાલમ, કાળના હેમાળા ગાળી નાખીએ.

૧૯૬૨

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૮૨)