કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૨૭. ફરી ઊડ્યું પંખી...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૭. ફરી ઊડ્યું પંખી...

ફરી ઊડ્યું પંખી નજર મહીં આકાશ ભરીને,
ફરીથી પૃથ્વીનાં જળ વરસિયાં વાદળ થઈ;
ફરી પુષ્પે ચૂમ્યાં રવિકિરણ, ને સોડમ નવી
ધરિત્રીના અંગે: અગમ કરુણા, મા અનુભવી.

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૫૫)