કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૪૬. ચાલ, વરસાદની મોસમ છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૬. ચાલ, વરસાદની મોસમ છે...

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ,
ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ.
મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે,
કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઈએ.
આપણે ક્યાં છે મમત એક જગાએ રહીએ,
માર્ગ માગે છે ઘણાં, ચાલને, ખસતાં જઈએ.
સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીએ,
બાંધીએ એક નગર, ને જરા વસતાં જઈએ.
તાલ દેનારને પળ એક મૂંઝવવાની મઝા,
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઈએ.

૩–૧૦–’૭૪

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૪૫૩)