કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૨૨. એક ને એક
Jump to navigation
Jump to search
૨૨. એક ને એક
(જો બે થાય, તારું-મારું શું રંધાય?)
પહાડ ઊંચે આકાશ અડે તો —
એક ને એક, એક થાય;
ઝરણું નીચે ખીણ દડે તો —
એક ને એક, એક થાય;
જલ સ્થિર પર જો કમલ ખીલે તો —
એક ને એક, એક થાય;
ધરતી માનસ-તેજ ઝીલે તો—
એક ને એક, એક થાય;
સ્મરણે પથે જો તું આવે તો—
એક ને એક, એક થાય;
ઈશ મનવવા જગ ફાવે તો—
એક ને એક, એક થાય!
૮ ડિસેમ્બર ’૬૭
અડિસ અબાબા
(સાયુજ્ય, પૃ. ૪૫)