કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૨૫. અંતોતો પરથી અડિસ અબાબા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૫. અંતોતો પરથી અડિસ અબાબા

સઘન ગહન રાત્રિ
વિચારના ઘૂવડ જેવી
આંખ બંધ કરી છવાય;
સખત પંજે પકડાઈ
નિસ્તબ્ધ ડાળ, શુષ્ક-પવન-ઝાળે
ઋતસ્રોતહીન વાણી જેમ સુકાય;
છાલ ઉતરડાય, પાન ખર્‌ર્ ખર્‌ર્
વ્હીલાં વ્હીલાતાં ફૂલો પર
રૂપ અશબ્દ સંકોરાઈ વિસર્જાય.

૧૨-૧૩ એપ્રિલ ’૬૮
અડિસ અબાબા

(સાયુજ્ય, પૃ. ૫૪)