કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૪૨. કેટલે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૨. કેટલે

કેટલું ચાલ્યો?
કોને પૂછું? ચરણને?
એ તો હજી ચાલ્યા જ કરે, સતત અવિરત.
કેટલું ચાલ્યો?
ઉત્તર ક્યાંથી મળે? ધારાવાહી માર્ગમાંથી?
એ ધારા તો એ જાય...રાધારૂપ.
કેટલે આવ્યો?
કોણ કહેશે? હૃદય?
એ તો હજી ધબક્યા કરે... વ્યાકુળ વ્યાકુળ.
કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ,
ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ,
હે ગોપીજનવલ્લભ!
અંધકારે તું તારક નીલમણિ
તારક નીલમણિ
નીલમણિ.

૧૬-૧૨-૮૬
(ભાંગેલા ડાબા હાથે પથારીમાં)

(જાગરણ — પાછલી ખટઘડી, પૃ. ૬૪)