કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૪૩. કવિતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૪૩. કવિતા

ગદ્ગદ વાણી ગદ્ય થઈ
સૂર સહિત થઈ પદ્ય,
છંદોલયમાં ચિંતન ભળતાં,
કવનરૂપ થઈ સદ્ય.
કવિતા કવિતા શું કરો
કવિતા કરી ન થાય;
હૃદયે ગોવિંદ જો વસે
વાણી સરસ્‌વતી થાય.
*સરખાવોઃ ૧. વાક્યં રસાત્મકં કાવ્યં ।
  ૨. કાવ્યં ગદ્યં ચ પદ્યં ચ ।

(એકાન્તિકી, ૨૦૦૪, પૃ. ૧)