કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૫૦. જાગો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૫૦. જાગો

પ્રહ્લાદ પારેખ

જાગો, જાગો જન ! જુઓ ગઈ રાત વહી;
રાત ગઈ ને ભોર થઈ.          – જાગો૦

હિમડુંગરોનાં શિખરો ઝળક્યાં,
મરક મરક વનરાઈ થઈ;
સાગર જાગ્યો ભૈરવ રાગે,
ઝરણ-જલે નવઝલક ધરી.          – જાગો૦

દૂરે દૂરે ઝાલર વાગે,
ક્યાંક બજી શરણાઈ રહી;
વન-ઉપવનમાં ફૂલડાં જાગે,
પવન ફરે પમરાટ લઈ.          – જાગો૦

શ્યામલ-વરણી પલટી ધરણી
તેજ તણા શણગાર કરી;
જાગે છે નવ જોમ ગગનમાં
લાલ રંગ સહુ અંગ ધરી.          – જાગો૦
(સરવાણી, પૃ. ૫૫)