કૃતિકોશ/નિબંધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૮. નિબંધ



‘નિબંધ’ આપણે ત્યાં ઘણા મોટા ફલક પર ફેલાઈ ગયેલું સ્વરૂપ છે – એથી એ પ્રકારના કૃતિસમૂહને કાળજીથી – નિશ્ચિત આયોજનથી – વર્ગીકૃત કરી રજૂ કરવાનો થયો છે. પણ, પસંદગી મોકળાશવાળી રાખી છે, વિગત-જાળવણી માટે.
૧૯મી સદીના ‘નિબંધ’ બે પ્રકારના છે : લાંબા, એક વિષયકેન્દ્રી સર્વાશ્લેષી સળંગ નિબંધ – જેમકે ‘ભૂતનિબંધ’, ‘જ્ઞાતિનિબંધ’ (એને ખરેખર તો પ્રબંધ (treatise) કહેવા જોઈએ); બીજાં એકવિચારલક્ષી, મુખ્યત્વે સુધારાકેન્દ્રી, ટૂંકા લેખ (article) પ્રકારના નિબંધો. (એથી એનાં શીર્ષકો મહદંશે ‘– વિશે’ (‘on_’) પદ્ધતિનાં (‘વિપત્તિ વિશે નિબંધ’) રહ્યાં છે. એવાં વૈચારિક લખાણો ‘–માળા’ નામે પણ ગ્રંથસ્થ થયેલાં છે (‘નિબંધમાળા’/‘ધર્મમાળા’ વ.). એ બધાં જ લગભગ જાળવ્યાં છે.
એ પછીનો વિચારકેન્દ્રી, વિચારવિહારલક્ષી નર્મ-મર્મલક્ષી (હાસ્યકેન્દ્રી) નિબંધોનો તબક્કો છે. ને પછી સંવેદનકેન્દ્રી લલિત નિબંધો. એમાં સંસ્મરણ નિબંધો ને પ્રવાસ સંવેદન-નિબંધોનું પ્રમાણ વિશેષ છે. મુખર હાસ્યલેખો સિવાયના, અંગત તરફ વળતા રહેલા હાસ્ય‘નિબંધો’માંથી કેટલાક મહત્ત્વના અહીં ‘નિબંધ’માં પણ સમાવ્યા છે ને ‘હાસ્યસાહિત્ય’માં પણ એ ફરી મૂક્યા છે. એ જ રીતે પ્રવાસ‘સંવેદન’કેન્દ્રી કેટલાક પ્રવાસનિબંધો અહીં પણ છે, ‘પ્રવાસ’માં પણ એ ફરી મૂક્યા છે.
લલિતનિબંધ અને લલિતેતર નિબંધનું વિભાવન સ્પષ્ટ થયું એ પછીનાં – ૨૦મી સદીના આરંભકાળ પછીનાં ‘નિબંધ’ પુસ્તકોમાં લલિતને (તેમજ શૈલીવિશિષ્ટ અને વ્યક્તિત્વવિશિષ્ટ વિચાર-નિબંધોને) જ અહીં સમાવવાનું વલણ વિશેષ રાખ્યું છે. વર્તમાનપત્રાશ્રયી લેખો, વ્યવહારુ, રૂઢ, વિચારલક્ષી લખાણો, લેખો-ના સંચયોમાંથી, કેટલુંક સાચવીરાખવાયોગ્ય ‘અન્યઃવ્યાપક’ વિભાગમાં મૂક્યું છે તો કોઈપણ વિચારવિશેષ કે સંવેદનવિશેષ કે શૈલીવિશેષના સદંતર અભાવવાળો થોડોક લેખન-જથ્થો બહાર રાખ્યો છે; જોકે પસંદગી મોકળાશવાળી, બહુ-સમાવેશી રાખી છે.


૧૮૫૦ પૂર્વે
૧૮૪૮/૧૮૫૦? ભૂતનિબંધ – કવિ દલપતરામ ( ‘આદિમુદ્રિત૦’ મુજબ ૧૮૪૮)
૧૮૫૧ - ૧૮૬૦
૧૮૫૧ જ્ઞાતિનિબંધ – કવિ દલપતરામ
૧૮૫૨ પુનર્વિવાહપ્રબંધ – કવિ દલપતરામ
૧૮૫૫ મુંબઈમાં દેશીઓની કેળવણી – શેઠ કેખુશરો
૧૮૫૬ બુદ્ધિપ્રકાશ નિબંધ – કરાકા ડોસાભાઈ ફરામજી
૧૮૫૮ શહેર સુધરાઈનો નિબંધ – કવિ દલપતરામ
૧૮૬૦ સંસાર-સુખ – કરસનદાસ મૂળજી
૧૮૬૧ - ૧૮૭૦
૧૮૬૧ સોની વિષે નિબંધ – જોષી સાંકળલાલ આશારામ
૧૮૬૩ વિપત્તિ વિશે નિબંધ – ત્રિપાઠી મનઃસુખરામ
૧૮૬૫ નર્મગદ્ય – દવે નર્મદાશંકર ‘નર્મદ’
૧૮૬૭ કુલ વિશે નિબંધ – દવે રણછોડભાઈ ઉદયરામ
૧૮૭૦ સૂતકનિર્ણય – કિકાણી મણિશંકર
૧૮૭૦ અસ્તોદય અને નળદમયંતી – ત્રિપાઠી મનઃસુખરામ
૧૮૭૦ નિબંધમાળા – કરસનદાસ મૂળજી
૧૮૭૧ - ૧૮૮૦
૧૮૭૧ ધર્મમાળા – કિકાણી મણિશંકર
૧૮૭૪ નર્મગદ્ય(શાલેય, સરકારી) – દવે નર્મદાશંકર ‘નર્મદ’
૧૮૮૧ - ૧૮૯૦
૧૮૮૧ ચૂંટી કહાડેલાં લખાણો – બંગાળી સોરાબજી
૧૮૮૨ નૂરે હિદાયત – હાજી ગુલામઅલી
૧૮૮૫ આસપાસ  નિબંધ કરમાળા – નાનજીઆણી કરમઅલી
૧૮૮૭ કુટુંબમિત્ર – કરસનદાસ મૂળજી
૧૮૯૧ - ૧૯૦૦
૧૮૯૨ સ્ત્રીઓની ખરી યોગ્યતા – પટેલ ઝવેરભાઈ ઉ.
૧૮૯૩ બાળવિલાસ – દ્વિવેદી મણિલાલ નભુભાઈ
૧૯૦૧ - ૧૯૧૦
૧૯૦૩ હૃદયપરીક્ષણ – એક ગ્રેજ્યુએટ
૧૯૧૧- ૧૯૨૦
૧૯૧૨ જૂનું નર્મગદ્ય (૧૮૬૫નું પુ. મુ.) – દવે નર્મદાશંકર ‘નર્મદ’
૧૯૧૫ હાસ્યમંદિર – નીલકંઠ રમણભાઈ (+ વિદ્યાગૌરી નીલકંઠ)
૧૯૧૭ નવજીવન – પાદરાકર મણિલાલ
૧૯૧૮ સ્વદેશ – ત્રિપાઠી ધનશંકર
૧૯૨૦ હું, સરલા અને મિત્રમંડળ – મહેતા ધનસુખલાલ
૧૯૨૦ આસપાસ  સખીના પત્રો – દેસાઈ હરિલાલ ( કાલ્પનિક પત્રોરૂપે નિબંધો)
૧૯૨૧-- ૧૯૩૦
૧૯૨૨ ઈશુનું બલિદાન – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’
૧૯૨૩ રણજિતરામના નિબંધો [મ.] – મહેતા રણજિતરામ
૧૯૨૫ ઓતરાતી દીવાલો [પંખી, જંતુ, છોડ, વેલ, આકાશ] – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’
૧૯૨૫ જિંદગી – લાકડાવાળા યુસુફઅલી હસનઅલી
૧૯૨૭ થોડાંક છૂટ્ટાં ફૂલ – દૂરકાળ જયેન્દ્રરાય
૧૯૨૭ પ્રભાતના રંગો – વૈદ્ય વિજયરાય
૧૯૨૮ સાહિત્યવિનોદ – ત્રિવેદી અતિસુખશંકર
૧૯૨૮ રસદ્વાર – નીલકંઠ વિનોદિની
૧૯૨૯ ફૂલગૂંથણી – ચુડગર સાંકળચંદ
૧૯૨૯ જીવનશોધન – મશરૂવાળા કિશોરલાલ ઘ.
૧૯૩૧ - ૧૯૪૦
૧૯૩૧ સ્વૈરવિહાર : ભા. ૧ – પાઠક રામનારાયણ વિ.
૧૯૩૧ આકાશનાં પુષ્પો – મહેતા ગગનવિહારી
૧૯૩૧ વિનોદવિહાર – મહેતા ધનસુખલાલ
૧૯૩૨ રંગતરંગ : ભા. ૧ – દવે જ્યોતીન્દ્ર
૧૯૩૨, ૧૯૩૯ પથિકનાં પુષ્પો – પુરાણી અંબાલાલ
૧૯૩૩ મારી નોંધપોથી – દવે જ્યોતીન્દ્ર
૧૯૩૩ વિવર્તલીલા – દિવટિયા નરસિંહરાવ
૧૯૩૪ રજકણ – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૩૪ પ્રવાસવિનોદ – ત્રિવેદી અતિસુખશંકર
૧૯૩૪ લોકમાતા [નદીઓ] – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’
૧૯૩૪ જીવતા તહેવારો – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’
૧૯૩૫, ૩૯ કુતૂહલ : ૧, ૨ – શાહ પદ્મકાન્ત
૧૯૩૬ જલબિંદુ – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૩૬ તરંગલીલા – દિવટિયા નરસિંહરાવ
૧૯૩૬ જીવનનો આનંદ – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’
૧૯૩૭ સ્વૈરવિહાર : ભા. ૨ – પાઠક રામનારાયણ વિ.
૧૯૩૭ જીવનસંસ્કૃતિ – શાહ જેઠાલાલ ‘ઊર્મિલ’
૧૯૩૭ જીવનભારતી – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’
૧૯૩૮ નાજુક સવારી – વૈદ્ય વિજયરાય
૧૯૩૯ જીવનસંસ્કૃતિ – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’
૧૯૪૦ રશ્મિકલાપ : ભા. ૧ – દીવાનજી પ્રહ્‌લાદ
૧૯૪૧- ૧૯૫૦
૧૯૪૧ આત્મવિનોદ – ત્રિવેદી અતિસુખશંકર
૧૯૪૧-૪૬ રંગતરંગ : ભા. ૨ થી ૬ – દવે જ્યોતીન્દ્ર
૧૯૪૨ તરંગ – દવે મોહનલાલ પાર્વતીશંકર
૧૯૪૨ આરસીની ભીતરમાં – નીલકંઠ વિનોદિની
૧૯૪૨ અહિંસા વિવેચન – મશરૂવાળા કિશોરલાલ ઘ.
૧૯૪૩ મધુપરાગ – શાહ રતિલાલ
૧૯૪૩ સૂરત : ભા. ૧, ૨ – પાઠક મંગેશ રાવ
૧૯૪૪ સંસ્કાર – દવે મોહનલાલ પાર્વતીશંકર
૧૯૪૪ મસ્ત ફકીરનાં હાસ્યરત્નો – ભટ્ટ હરિપ્રસાદ ‘મસ્ત ફકીર’
૧૯૪૫ હાસ્યતરંગ – દવે જ્યોતીન્દ્ર
૧૯૪૫ ઠંડે પહોરે – ભટ્ટ મુનિકુમાર
૧૯૪૫ ઊડતાં પાન – વૈદ્ય વિજયરાય
૧૯૪૫ આપની સેવામાં – મહેતા જિતુભાઈ પ્ર.
૧૯૪૬ પાનનાં બીડાં – દવે જ્યોતીન્દ્ર
૧૯૪૭ અલ્પાત્માનું આત્મપુરાણ – દવે જ્યોતીન્દ્ર
૧૯૪૭ વિભૂતિ – બક્ષી વિષ્ણુપ્રસાદ
૧૯૪૭ વાતાયન – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૪૭ કાગડાની નજરે [કટાક્ષ નિબંધો] – મશરૂવાળા કિશોરલાલ ઘ.
૧૯૪૮ શહેરની શેરી – દલાલ જયંતી
૧૯૪૮ સમૂળી ક્રાંતિ – મશરૂવાળા કિશોરલાલ ઘ.
૧૯૪૮ સંસાર અને ધર્મ – મશરૂવાળા કિશોરલાલ ઘ.
૧૯૪૯ પાનસોપારી – પટવા ચિનુભાઈ
૧૯૪૯ કળીઓ અને કુસુમો – માણેક કરસનદાસ
૧૯૫૦ મેઘબિંદુ – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૫૧- ૧૯૬૦
૧૯૫૧ ગોષ્ઠિ – જોશી ઉમાશંકર
૧૯૫૧ પદ્મરેણુ – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૫૧ ગાંધીજી અને સામ્યવાદ – મશરૂવાળા કિશોરલાલ ઘ.
૧૯૫૨ રેતીની રોટલી – દવે જ્યોતીન્દ્ર
૧૯૫૩ અમાસના તારા – ચાવડા કિશનસિંહ
૧૯૫૩ ફિલસૂફિયાણી – પટવા ચિનુભાઈ
૧૯૫૩ રખડવાનો આનંદ – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’
૧૯૫૪ લોકસાગરને તીરે તીરે – પટેલ ઈશ્વરભાઈ ‘ઈશ્વર પેટલીકર’
૧૯૫૪ સરી જતી કલમ – મહેતા યશોધર
૧૯૫૫ સચરાચર – ત્રિપાઠી બકુલ
૧૯૫૬ નજર : લાંબી અને ટૂંકી – દવે જ્યોતીન્દ્ર
૧૯૫૬ સમિત્પાણિ – પુરાણી અંબાલાલ
૧૯૫૬ સ્વભાવ દર્શન – પંડિત હર્ષિદા
૧૯૫૬ જીવનલીલા [નદી-સરોવરો, +‘લોકમાતા’] – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’
૧૯૫૬ યશોધારા – મહેતા યશોધર
૧૯૫૭ ત્રીજું સુખ – દવે જ્યોતીન્દ્ર
૧૯૫૯ તીર અને તુક્કા – ગાંધી રંભાબેન
૧૯૫૯ ઉઘાડી બારી – જોશી ઉમાશંકર
૧૯૫૯ ચાલો સજોડે સુખી થઈએ – પટવા ચિનુભાઈ
૧૯૫૯ ચોપાટીના બાંકડેથી – મડિયા ચુનીલાલ
૧૯૫૯ શિવસદનનું સ્નેહકારણ – મહેતા યશોધર
૧૯૬૦ રોગ, યોગ અને પ્રયોગ – દવે જ્યોતીન્દ્ર
૧૯૬૦ કુદરતની કેડીએ : ભા. ૧, ૨ – દેસાઈ પ્રદ્યુમ્ન
૧૯૬૦ અમે અને તમે – પટવા ચિનુભાઈ
૧૯૬૦ સદાચાર – વાલેસ કાર્લોસ ‘ફાધર વાલેસ’
૧૯૬૧-- ૧૯૭૦
૧૯૬૧ સાથે બેસીને વાંચીએ – પટવા ચિનુભાઈ
૧૯૬૨ જિપ્સીની આંખે – ચાવડા કિશનસિંહ
૧૯૬૨ પહેલું સુખ તે મૂંગી નાર – ભટ્ટ વિનોદ
૧૯૬૩ સંસારસાગરને તીરેથી – ગાંધી રંભાબેન
૧૯૬૩ હળવું ગાંભીર્ય – પટવા ચિનુભાઈ
૧૯૬૩ ઈદમ્‌ તૃતીયમ – ભટ્ટ વિનોદ
૧૯૬૩ અમારે ખાંચે – શાહ ધીરજલાલ ધનજીભાઈ
૧૯૬૩ જિંદગીનું ભાથું – વ્યાસ શંકરલાલ
૧૯૬૪ પરિતોષ – બૂચ જ્યોત્સ્ના
૧૯૬૪ માનવતાની સાધના – મજમુદોર પરીક્ષિતલાલ
૧૯૬૪ સ્મરણભક્તિ – મહેતા ધ્રુવકુમાર
૧૯૬૪ શકુંતલા, ગોરખ અને મચ્છિન્દ્ર – પટવા ચિનુભાઈ
૧૯૬૫ જનાન્તિકે – જોષી સુરેશ
૧૯૬૫ જ્યાં જ્યાં પડે નજર મારી – દવે જ્યોતીન્દ્ર
૧૯૬૫ ફિલસૂફને પૂછો – પટવા ચિનુભાઈ
૧૯૬૫ દરિયાવની મીઠી લહર – વૈદ્ય વિજયરાય
૧૯૬૫ તરુણાશ્રમ – વાલેસ કાર્લોસ ‘ફાધર વાલેસ’
૧૯૬૬ પ્રભાતનાં પુષ્પો – કોટક વજુ
૧૯૬૬ સોમવારની સવારે – ત્રિપાઠી બકુલ
૧૯૬૬ સન્નારીઓ અને સજ્જનો – પટવા ચિનુભાઈ
૧૯૬૬ મનોયાત્રા – રાંદેરિયા મધુકર
૧૯૬૭ અનંત કળા – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’
૧૯૬૭ સાંસારિક – પાઠક સરોજ
૧૯૬૭ સૂડી સોપારી – પારેખ મધુસૂદન
૧૯૬૭ આજની લાત – ભટ્ટ વિનોદ
૧૯૬૮ જીવનઘડતર – ઉદેશી ચાંપશી
૧૯૬૮ નવલાં દરશન અને બીજા લેખો – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’
૧૯૬૮ ચિદંબરા – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્‌’
૧૯૬૮ ચાલો સજોડે પ્રવાસ કરીએ – પટવા ચિનુભાઈ
૧૯૬૯ સબરસ – ગાંધી રંભાબેન
૧૯૬૯ વ્યક્તિઘડતર – વાલેસ કાર્લોસ ‘ફાધર વાલેસ’
૧૯૭૦ જીવનમાંગલ્ય – ઉદેશી ચાંપશી
૧૯૭૦ જીવનવિચારણા – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૭૦ પરપોટા – ભટ્ટ ઈશ્વરચન્દ્ર
૧૯૭૦ દૂરના એ સૂર – મહેતા દિગીશ
૧૯૭૦ સુમન સંચય – કોટડિયા કપિલભાઈ
૧૯૭૧-- ૧૯૮૦
૧૯૭૧ ઈદમ્‌ સર્વમ્‌ – જોષી સુરેશ
૧૯૭૧ અવળી ગંગા – મહેતા ગગનવિહારી
૧૯૭૧ ગાંધીજી અને નવી પેઢી – વાલેસ કાર્લોસ ‘ફાધર વાલેસ’
૧૯૭૨ હથેળીનું આકાશ – પંડ્યા વિષ્ણુ
૧૯૭૨ વિનોદ ભટ્ટના પ્રેમપત્રો – ભટ્ટ વિનોદ
૧૯૭૩ જીવનઝંઝા – ઉદેશી ચાંપશી
૧૯૭૪ ઈદમ્‌ ચતુર્થમ – ભટ્ટ વિનોદ
૧૯૭૫ અહો બત કિમ્‌ આશ્ચર્યમ્‌ – જોષી સુરેશ
૧૯૭૫ શિયાળાની સવારનો તડકો – ડગલી વાડીલાલ
૧૯૭૫ મારી બારીએથી : ભા. ૧, ૨ – દલાલ સુરેશ
૧૯૭૫ અલપઝલપ – દવે રામપ્રસાદ
૧૯૭૫ અર્વાચીના – પાઠક સરોજ
૧૯૭૬ જ્યોતીન્દ્રતરંગ – દવે જ્યોતીન્દ્ર
૧૯૭૬, ૧૯૭૮ અંતરનાં ઝરણાં : ભા ૧ થી ૫ – વસાણી વત્સલ
૧૯૭૬, ૭૮, ૮૪ માનવીનાં મન : ભાગ ૧, ૨, ૩ – ગોકાણી પુષ્કર
૧૯૭૭ ઈશુભાગવત – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’
૧૯૭૭ ધરતીની આરતી – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’
૧૯૭૭ શાહમૃગ અને દેવહુમા – પંડ્યા વિષ્ણુ
૧૯૭૭ મરક મરક – બોરીસાગર રતિલાલ
૧૯૭૭ કાર્ડિયોગ્રામ – શાહ ગુણવંત
૧૯૭૭ શાહમૃગ અને દેવહુમા – પંડ્યા વિષ્ણુ
૧૯૭૭-૮૩ અમૃતનું આચમન : ૧-૫ – કાલાણી કાન્તિલાલ
૧૯૭૮ ઢળતા મિનારા – બાબી ઈમામુદીનખાન ‘રુસ્વા મઝલૂમી’
૧૯૭૮ પંચગવ્ય – મજમુદાર પ્રીતમલાલ
૧૯૭૮ રણ તો લીલાંછમ – શાહ ગુણવંત
૧૯૭૮ શિવસંકલ્પ – જોશી ઉમાશંકર
૧૯૭૮ સાવ એકલો દરિયો – દલાલ સુરેશ
૧૯૭૮-૮૬ ઘરે બાહિરે : ભા. ૧ થી ૫ – વડોદરિયા ભૂપતભાઈ
૧૯૭૯ રમણભ્રમણ – પાઠક રમણલાલ ‘વાચસ્પતિ’
૧૯૭૯ વિનોદની નજરે – ભટ્ટ વિનોદ
૧૯૭૯ વગડાને તરસ ટહુકાની – શાહ ગુણવંત
૧૯૮૦ નીરવ સંવાદ – દવે હરીન્દ્ર
૧૯૮૦ વિદિશા – પટેલ ભોળાભાઈ
૧૯૮૦ માનવ થાઉં તો ઘણું – પંડિત બહાદુરશાહ
૧૯૮૦ શબ્દાતીત – શર્મા ભગવતીકુમાર
૧૯૮૦ કેન્દ્ર અને પરિઘ – શુક્લ યશવંત
૧૯૮૦ નંદ સામવેદી – શેઠ ચંદ્રકાન્ત
૧૯૮૦ આંસુ અનરાધાર – પાઠક રમણ
૧૯૮૧- ૧૯૯૦
૧૯૮૧ શબ્દના લૅન્ડસ્કેપ – જાની જ્યોતિષ
૧૯૮૧ સમી સાંજના શમિયાણામાં – દલાલ સુરેશ
૧૯૮૧ એક ઘર જોયાનું યાદ – દેસાઈ કેશુભાઈ
૧૯૮૧ ફૂલ કહે : તમે સ્પર્શ્યા ને હું ખીલ્યું – દેસાઈ દોલતભાઈ
૧૯૮૧ પૂર્વોત્તર – પટેલ ભોળાભાઈ
૧૯૮૧ પગરવ – પંડ્યા લક્ષ્મીનારાયણ
૧૯૮૧ પિકનિક – બક્ષી ચંદ્રકાન્ત
૧૯૮૧ નામરૂપ – બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ
૧૯૮૧ અને હવે ઇતિહાસ – ભટ્ટ વિનોદ
૧૯૮૧ વિચારોના વૃંદાવનમાં – શાહ ગુણવંત
૧૯૮૧ ખોબો ભરીને ઉજાસ – અધ્વર્યુ પન્ના
૧૯૮૧ વેરાતું સ્વપ્ન, ઘૂંટાતું સત્ય – દવે હરીન્દ્ર
૧૯૮૧, ૮૨ ચલ મન વાટે ઘાટે : ભા. ૧ થી ૫ – બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ
૧૯૮૨ ક્ષણને વિસામે – તાઈ અબ્બાસઅલી
૧૯૮૨ અડખેપડખે – દરજી પ્રવીણ
૧૯૮૨ ભૂરા આકાશની આશા – દલાલ સુરેશ
૧૯૮૨ રિફલેક્શન્સ [મ.] – દાવર ફિરોઝ (અંગ્રેજી ગુજરાતી લેખો)
૧૯૮૨ પાંખ વિનાનાં પંખેરું – દેસાઈ કેશુભાઈ
૧૯૮૨ વિનોદાયન – પારેખ મધુસૂદન
૧૯૮૨ એકાંતની અટારીએથી – ભટ્ટ કાન્તિ
૧૯૮૨ આંખ આડા કાન – ભટ્ટ વિનોદ
૧૯૮૨ રણજિતરામ ગદ્યસંચય : ૧, ૨ [મ.; પરિષદ પ્રકાશન] – મહેતા રણજિતરામ
૧૯૮૨ જીવનસંધ્યાનું સ્વાગત – ભટ્ટ મીરા
૧૯૮૩ કોર્ટ ફી ટિકિટના પેટ પરની સુકાઈ ગયેલી ચીકાસ – જોશી હરકિશન
૧૯૮૩ વૈકુંઠ નથી જાવું – ત્રિપાઠી બકુલ
૧૯૮૩ પરબનાં પાણી – પોપટ અજિત
૧૯૮૩ ગ્રંથની ગરબડ – ભટ્ટ વિનોદ
૧૯૮૩ મૌનની અટારી – ધોળકિયા હરેશ
૧૯૮૩ આનંદલોક – બોરીસાગર રતિલાલ
૧૯૮૪ ઓળખ આપણી પોતાની – ગોકાણી પુષ્કર
૧૯૮૪ લીલાં પર્ણ – દરજી પ્રવીણ
૧૯૮૪ મોજાંને ચીંધવાં સહેલાં નથી – દલાલ સુરેશ
૧૯૮૪ વાતાયન – બક્ષી ચંદ્રકાન્ત
૧૯૮૪ વડોદરા, આ વડોદરા – બૂચ હસિત
૧૯૮૪ નરો વા કુંજરો વા – ભટ્ટ વિનોદ
૧૯૮૪ લીલાં પર્ણ – દરજી પ્રવીણ
૧૯૮૪ માનવીનાં મન : ભા. ૩ – ગોકાણી પુષ્કર
૧૯૮૪ ઇતિ મે મતિ – જોષી સુરેશ
૧૯૮૪-૮૯ ઝબકાર : કિરણ : ભા. ૧ થી ૪ – પંડ્યા રજનીકુમાર
૧૯૮૫ પળપળનાં પ્રતિબિંબ – ઓઝા મફત
૧૯૮૫ તમને કેટલાં થયાં? ૬૦, ૭૦, ૮૦? – ગાંધી રંભાબેન
૧૯૮૫ દ્રોણાચાર્યનું સિંહાસન – ત્રિપાઠી બકુલ
૧૯૮૫ અવળે ખૂણેથી [મ.] – પટવા ચિનુભાઈ
૧૯૮૫ નવરાં બેઠાં [મ]. – પટવા ચિનુભાઈ
૧૯૮૫ અરણ્યોમાં આકાશ ઢોળાય છે – પટેલ મણિલાલ હ.
૧૯૮૫ ક્લોઝઅપ – બક્ષી ચંદ્રકાન્ત
૧૯૮૫ અમદાવાદ એટલે અમદાવાદ – ભટ્ટ વિનોદ
૧૯૮૫ શેખાદમ ગ્રેટાદમ – ભટ્ટ વિનોદ
૧૯૮૫ કેલિડોસ્કોપ : ભા. ૧, ૨ – માંકડ મોહમ્મદ
૧૯૮૫ મનનાં મેઘધનુષ – શાહ ગુણવંત
૧૯૮૫ લોકજીવનના પ્રહરી – કોઠારી હરીશ
૧૯૮૫ કાંચનજંઘા – પટેલ ભોળાભાઈ
૧૯૮૫ યૌવનને સાદ – ભટ્ટ મીરા
૧૯૮૫ ગુફતેગો : યુવાનો અને વ્યક્તિત્વ – મહેતા ચંદ્રકાન્ત ‘શશિન્‌’
૧૯૮૫ સ્પીડબ્રેકર – બક્ષી ચંદ્રકાન્ત
૧૯૮૫ મારા ઘરને ઉંબરો નથી – શેઠ ઉષા
૧૯૮૫ આલ્બમનાં પાનાં – ઠાકર ભૂપતરાય ‘ઉપાસક’
૧૯૮૫ આસપાસ  વિદ્યાવિનાશને માર્ગે – જોષી સુરેશ ( પુસ્તકની પહેલી આવૃત્તિમાં પણ પ્રકાશનવર્ષની નોંધ નથી. લેખોનાં પ્રકાશન-વર્ષોને આધારે ૧૯૮૫ આસપાસ.)
૧૯૮૬ એક મિનિટ – ઠાકર લાભશંકર
૧૯૮૭ ઇતિ મે મતિ – જોષી સુરેશ
૧૯૮૭ ગોવિન્દે માંડી ગોઠડી – ત્રિપાઠી બકુલ
૧૯૮૭ આશ્ચર્યવત્‌ – ત્રિવેદી વિષ્ણુપ્રસાદ
૧૯૮૭ શબ્દ ભીતર સુધી – દવે હરીન્દ્ર
૧૯૮૭ અમને તડકો આપો – દલાલ સુરેશ
૧૯૮૭ ચૌરંઘીને ચોતરેથી – જોશી શિવકુમાર
૧૯૮૭ રમ્યાણિ વીક્ષ્ય – જોષી સુરેશ
૧૯૮૭ પ્રથમપુરુષ એકવચન – જોષી સુરેશ
૧૯૮૭ અનુભૂતિની ઓળખ – ઠાકર ભૂપતરાય ‘ઉપાસક’
૧૯૮૮ સ્ટેચ્યૂ – જોશી અનિલ
૧૯૮૮ પવનની વ્યાસપીઠ – જોશી અનિલ
૧૯૮૮ તરુરાગ – પાઠક જયંત
૧૯૮૮ દુષ્કાળનાં ગુલમહોર – દવે ભૂપેન્દ્ર
૧૯૮૮ કોઈ સાદ પાડે છે – પટેલ મણિલાલ હરિદાસ
૧૯૮૮ પ્રતિકાર – પાઠક રમણ
૧૯૮૮ બત્રીસે કોઠે દીવા – શાહ ગુણવંત
૧૯૮૮ ભીની માટીની મહેંક – સોલંકી કિશોરસિંહ
૧૯૮૯ દેવોની ઘાટી – પટેલ ભોળાભાઈ
૧૯૮૯ ટચલી આંગળીએ ગોવર્ધન : ભા. ૧, ૨ – જોષી દિનકર
૧૯૮૯ ક્ષણ તત્ક્ષણ – ઠાકર લાભશંકર
૧૯૮૯ સાદ-પ્રતિસાદ – દેસાઈ જિતેન્દ્ર
૧૯૮૯ શબ્દનાં સગપણ – બ્રહ્મભટ્ટ ભગીરથ
૧૯૮૯ ઘરથી દૂરનાં ઘર – સેનગુપ્તા પ્રીતિ
૧૯૮૯ લોક સંસ્કૃતિનાં લાડકવાયાં – ઠાકર ભૂપતરાય ‘ઉપાસક’
૧૯૮૯ મારે માણસને મળવું છે – ઠાકર ભૂપતરાય ‘ઉપાસક’
૧૯૮૯ ઘર આંગણનાં પક્ષીઓ – દવે યજ્ઞેશ
૧૯૯૦ બિસતંતુ – શર્મા ભગવતીકુમાર
૧૯૯૦ હેત અને હળવાશ – શેઠ ચંદ્રકાન્ત
૧૯૯૦ ઘાસનાં ફૂલ – દરજી પ્રવીણ
૧૯૯૦ પદ્‌ચિહ્નો પર પાછા ફરતાં – પંડ્યા વિષ્ણુ
૧૯૯૦ મન સાથે મૈત્રી – ત્રિપાઠી બકુલ
૧૯૯૧-- ૨૦૦૦
૧૯૯૧ મૃત્યુની પાનખરમાં વસંત – ચતુર્વેદી ઉષા
૧૯૯૨ પોતપોતાનો વરસાદ – અંતાણી વીનેશ
૧૯૯૨ દેવનાં દીધેલ – દેસાઈ મનોજ્ઞા
૧૯૯૨ શાલભંજિકા – પટેલ ભોળાભાઈ
૧૯૯૨ બોલે ઝીણા મોર – પટેલ ભોળાભાઈ
૧૯૯૨ વ્યતીતની વાટે – મેકવાન જોસેફ
૧૯૯૨ જીવન જીવતાં – વાલેસ કાર્લોસ ‘ફાધર વાલેસ’
૧૯૯૨ પશ્યતિ – જોષી સુરેશ
૧૯૯૨ હિંડોળો ઝાકમઝોર – ત્રિપાઠી બકુલ
૧૯૯૩ સૂરજ ઊગ્યો કેવડિયાની ફણશે – ઠાકર લાભશંકર
૧૯૯૩ મનના આંગણામાં – દવે મીના
૧૯૯૩ કલ્પવૃક્ષની છાયામાં – ધોળકિયા હરેશ
૧૯૯૩ માટીવટો – પટેલ મણિલાલ હરિદાસ
૧૯૯૩ અક્ષરને અજવાળે – પટેલ મણિલાલ હરિદાસ
૧૯૯૩ આનંદની ઉજાણી – પટેલ વિનુભાઈ
૧૯૯૩ ઢાઈ અક્ષર પ્રેમકા – શાહ ગુણવંત
૧૯૯૪ પૃથ્વીતીર્થ – અડાલજા વર્ષા
૧૯૯૪ તરંગોની ભીતરમાં – ત્રિવેદી ચંદ્રહાસ
૧૯૯૪ આકાશને પેલે પાર – ધોળકિયા હરેશ
૧૯૯૪ ઘર કુટુંબ અને ડિઝાઈન – બારાડી મન્વીતા
૧૯૯૪ બાલ વંદના – બોરીસાગર રતિલાલ
૧૯૯૪ પ્રફુલ્લતાની સાધના – વાલેસ કાર્લોસ ‘ફાધર વાલેસ’
૧૯૯૪ સંભવામિ યુગે યુગે – શાહ ગુણવંત
૧૯૯૪ શેક્‌સ્પિયરનું શ્રાદ્ધ – ત્રિપાઠી બકુલ
૧૯૯૪ હોંકારો આપો તો કહું – પારેખ રમેશ
૧૯૯૪ સખી મોરા – ભટ્ટ ચંદ્રિકા ર.
૧૯૯૪* નિસબત – ઠાકર લાભશંકર
૧૯૯૫ શ્વેત મેઘધનુષ્ય – ચતુર્વેદી ઉષા
૧૯૯૫ રોજ વાંસળી વગાડો – વાલેસ કાર્લોસ ‘ફાધર વાલેસ’
૧૯૯૫ હૃદયસરસાં – શર્મા ભગવતીકુમાર
૧૯૯૬ મનનિકા – જોષી અરુણ
૧૯૯૬ પંચમ – દરજી પ્રવીણ
૧૯૯૬ એક રાત નિભાવી લેવી છે – દલાલ સુરેશ
૧૯૯૬ સડસડાટ – દેસાઈ જિતેન્દ્ર
૧૯૯૬ ચૈતર ચમકે ચાંદની – પટેલ ભોળાભાઈ
૧૯૯૬ શમણે સિંધુ નીર – રેલવાણી જયન્ત
૧૯૯૬ એકાન્તના આકાશમાં – શાહ ગુણવંત
૧૯૯૭ ગાતાં ઝરણાં – દરજી પ્રવીણ
૧૯૯૭ વૃક્ષાલોક – પટેલ મણિલાલ હરિદાસ
૧૯૯૭ ? કવિતા સાથે સંવાદ – શ્રેસ મરિયા ‘મરિયાશ્રેસ મિત્સ્કા’
૧૯૯૭ પાંખમાં પાદર – સોલંકી કિશોરસિંહ
૧૯૯૮ વિચાર વાણી અને વર્તન – ખટાઉ લક્ષ્મીદાસ
૧૯૯૮ અરૂપ સાગરે રૂપરતન – દવે યજ્ઞેશ
૧૯૯૮ ક્ષણોને પાંદડે ઝાકળ – રાણે ભારતી
૧૯૯૯ માનસી હે પ્રિય! – દવે રમેશ ર.
૧૯૯૯ દીઠે અડસઠ જાત્રા – ધોળકિયા દર્શના
૧૯૯૯ બે કિનારા – નાંઢા વલ્લભદાસ
૧૯૯૯ સંકેત– પંડ્યા કૌશિકરાય
૧૯૯૯ સુગંધની પરબ – લખલાણી પ્રીતમ
૧૯૯૯ ચણભણ – વછરાજાની ભદ્રાયુ
૧૯૯૯ અવસર ચૂક્યા મેહુલા – વોરા ધૈર્યબાળા
૧૯૯૯ ક્ષણોના ઝબકારમાં – સાવલા માવજી
૨૦૦૦ આસોમાં ઊઘડતો અષાઢ – દવે યજ્ઞેશ
૨૦૦૦ ભૂંસાતાં ગ્રામચિત્રો – પટેલ મણિલાલ હરિદાસ
૨૦૦૦ અડધો સૂરજ સૂકો, અડધો લીલો – પટેલ રામચંદ્ર ‘સુક્રિત’
૨૦૦૦ છલોછલ – રાણે ભારતી
૨૦૦૦ વિવિદિષા – વઘાશિયા જીવરાજ
૨૦૦૦ નીરખને ગગનમાં – શાહ ગુણવંત