કૃતિકોશ/લોકસાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લોકસાહિત્ય

૧. લોકસાહિત્ય : સર્જન, ૨. લોકસાહિત્ય વિવેચન



સામાન્ય રીતે તો, ‘લોકસાહિત્ય(સર્જન)’ પ્રાચીન/મધ્યકાલીન સંપાદનમાં જાય અને ‘લોકસાહિત્ય(વિવેચન)’ વિવેચન/સંશોધન વિભાગમાં. પરંતુ લોકસાહિત્ય એક વિશેષ અને વિશિષ્ટ અભ્યાસક્ષેત્ર હોવાથી આ વિભાગ જુદો પાડ્યો છે.
લોકસાહિત્યનાં પુસ્તકોમાંથી આ સર્જનનાં ને આ વિવેચનનાં, એમ બધે જ, જુદાં પાડી શકાય એમ ન હતાં. – લોકકવિતા/વાર્તાના સંપાદકે ભૂમિકારૂપે, નોંધો-ટિપ્પણો રૂપે, શબ્દચર્ચા-નિમિત્તે વિવેચન પણ કર્યું હોય છે; વિવેચનગ્રંથોમાં પણ દૃષ્ટાંતો રૂપે ઘણી સર્જનાત્મક સામગ્રી ઉતારવામાં આવી હોય છે. સંશોધનકેફિયતો, અહેવાલો, આસ્વાદોરૂપે થયેલા વિવેચનમાં જ નહીં, સૈદ્ધાંતિક ચર્ચાઓમાં પણ ક્યારેક લોકસાહિત્યની કૃતિઓ સામેલ હોય છે.
તેમ છતાં, લોકસાહિત્ય અંગેના કેટલાક વિશિષ્ટ અભ્યાસોની સુવિધા વિચારીને વિવેચનનો જુદો વિભાગ પાડ્યો છે. વ્યાપક અભ્યાસ કરનારે / વિગતો જ મેળવવા ઈચ્છનારે બંને પેટાવિભાગો સાથે જોવા ઠીક થશે.
લોકસાહિત્ય-સંપાદનનું એક મહત્ત્વનું પ્રકાશનસ્થાન સામયિકો (મુખ્યત્વે ‘લોકગુર્જરી’ જેવાં) રહ્યાં છે. ને એમાંથી બધી જ સામગ્રી પુસ્તકરૂપ પામી શકી નથી. એટલે એ આમાં સમાવેશ પામી નથી. જિજ્ઞાસુઓને લોકગુર્જરીના અંકોની સામગ્રી જોવા વિનંતી.
લોકસાહિત્યનો વધુ ઊંડો અભ્યાસ કરનારને માટે અહીંથી તો કંઈક અંશે અપર્યાપ્ત સામગ્રી સુલભ થશે – મુખ્ય સ્રોતોમાં, બાળસાહિત્ય, અનુવાદસાહિત્યની જેમ લોકસાહિત્યનાં પ્રકાશનોની પણ પ્રમાણમાં ઓછી વિગત સચવાયેલી છે એ પણ એનું એક કારણ છે.


૧ લોકસાહિત્ય : સર્જન
૧૮૭૧-૧૮૮૦
૧૮૭૨ રજવાડાની કથા – માસ્ટર (/પટેલ?) ફરામજી બમનજી
૧૮૭૨ નાગરી નાતમાં ગવાતાં ગીતો – દિવેટીઆ/ધ્રુવ બાળાબહેન
૧૮૭૨, ૭૩, ૭૪ ગુજરાત અને કાઠિયાવાડ દેશની વારતા : ભા. ૧, ૨, ૩ – પટેલ/માસ્ટર ફરામજી
૧૮૭૯ રજપૂતવીરરસકથા : ભાગ ૧, ૨, ૩ – ઈરાની રુસ્તમ
૧૮૮૧-૧૮૯૦
૧૮૮૬ વિલક્ષણ કથાગ્રંથ – ઈરાની રુસ્તમ
૧૮૮૬ કાઠિયાવાડ સર્વસંગ્રહ – વોટસન જે ડબલ્યૂ (કર્નલ) [ગુજરાતી અનુવાદક?]
૧૮૮૮ શાહાનશાહ અકબરશાહ કથાગ્રંથ – ઈરાની રુસ્તમ
૧૮૮૯ ઈન્ડિયન એન્ટીક્વેરીમાં ગૂજરીનો ગરબો – વાડિયા પૂતળીબાઈ ધનજીભાઈ
૧૮૯૧-૧૯૦૦
૧૮૯૩, ૯૪ ગુજરાતની જૂની વાર્તાઓ – ભટ્ટ મણિલાલ છબારામ
૧૮૯૬ તખ્તવિલાપ – કસબાતી દાદુ
૧૯૦૧-૧૯૧૦
૧૯૦૬ છેલ જરાર અને રાણી બુમનાની વાર્તા – કસબાતી દાદુ
૧૯૧૧-૧૯૨૦
૧૯૧૧ પીપાજી – ભટ્ટ ખીમજી વસનજી
૧૯૧૨ ગુજરાતી જૂનાં ગીતો (લોકગીતો) – ત્રિવેદી ભવાનીશંકર
૧૯૧૩ કાઠિયાવાડી જવાહીર – ભટ્ટ ખીમજી વસનજી
૧૯૧૪ પંચામૃત (દુહા, છંદ કવિતા) – ભટ્ટ ખીમજી વસનજી
૧૯૧૪ ભારત લોકકથાગુચ્છ ૧ – દેસાઈ મણિલાલ ઇચ્છારામ
( ૮૪ લોકકથા + બારોટ કથા. ઇચ્છારામ સૂ. દેસાઈએ, બૃહદ કાવ્યદોહનના સંપાદન સમયે,
કંઠસ્થ-પ્રવાહમાંથી સંગ્રહિત કરેલી, તે એમના પુત્રે સંંપાદિત-પ્રકાશિત કરી.)
૧૯૧૫ ભીલોનાં ગીતો – પાઠક નાથજી મહેશ્વર
૧૯૧૯ જેસલ અને સતી તોરલ – ગોહિલ ધીરસિંહ
૧૯૧૯ સતી ઊજળી અને મેહ જેઠવો – ગોહિલ ધીરસિંહ
૧૯૨૦ કપૂરી અને કરાયેલ – ગોહિલ ધીરસિંહ
૧૯૨૦ સુણી અને મેયાર – ગોહિલ ધીરસિંહ
૧૯૨૧-૧૯૩૦
૧૯૨૧ ગોહિલ વીર હમીરજી – ગોહિલ ધીરસિંહ
૧૯૨૧ નાગમતી – ગોહિલ ધીરસિંહ
૧૯૨૨ કાઠિયાવાડની પ્રેમકથાઓ – ગોહિલ ધીરસિંહ
૧૯૨૨ લોકગીત – મહેતા રણજિતરામ વાવાભાઈ ( ૧૩૪ લોકગીતો + લોકગીત ચર્ચા)
૧૯૨૨, ૧૯૨૯ કાઠિયાવાડની જૂની વાર્તાઓ : ભા. ૧, ૨ – ત્રિવેદી હરગોવિંદ પ્રેમશંકર
૧૯૨૩ રા’માંડલિક – ગોહિલ ધીરસિંહ
૧૯૨૩ ડોશીમાની વાતો – મેઘાણી ઝવેરચંદ
૧૯૨૩-૨૭ સૌરાષ્ટ્રની રસધાર : ભા. ૧, ૨, ૩, ૪, ૫ – મેઘાણી ઝવેરચંદ
૧૯૨૫ વીરની વાતો – અડાલજા તારાચદ્ર
૧૯૨૫ કાઠિયાવાડની લોકવાર્તાઓ – રાયચુરા ગોકુલદાસ
૧૯૨૫, ૨૬, ૨૭, ૪૨ રઢિયાળી રાત : ભા. ૧ થી ૪ – મેઘાણી ઝવેરચંદ
૧૯૨૭ રા’નવઘણ – ગોહિલ ધીરસિંહ
૧૯૨૭, ૨૮ કંકાવટી : ભા. ૧, ૨ – મેઘાણી ઝવેરચંદ
૧૯૨૭, ૨૮, ૨૯ સોરઠી બહારવટિયા : ભા. ૧, ૨, ૩ – મેઘાણી ઝવેરચંદ
૧૯૨૮ હાલરડાં – મેઘાણી ઝવેરચંદ
૧૯૨૮ સોરઠી વીરાંગનાની વાર્તાઓ – રાયચુરા ગોકુલદાસ
૧૯૨૮, ૧૯૨૯ ચૂંદડી : ભા. ૧, ૨ – મેઘાણી ઝવેરચંદ
૧૯૨૮, ૨૯ સુંદરીઓનો શણગાર : ભા. ૧, ૨ – જોધાણી મનુભાઈ
૧૯૨૯ કાઠિયાવાડની દંતકથાઓ – ગોહિલ ધીરસિંહ
૧૯૨૯ ઋતુગીતો – મેઘાણી ઝવેરચંદ
૧૯૨૯ કચ્છની જૂની વાર્તાઓ – ગોર જીવરામ અજરામર
૧૯૩૦ સોરઠી જવાહર – જોધાણી મનુભાઈ
૧૯૩૧-૧૯૪૦
૧૯૩૧ સોરઠી શૌર્યકથાઓ – ત્રિવેદી અમૃતલાલ
૧૯૩૧ તોગારી તલવાર અને રાયસિંહજીરી હથેળી – બ્રહ્મભટ્ટ છગનલાલ અમથારામ
૧૯૩૧ સોરઠી ગીતકથાઓ – મેઘાણી ઝવેરચંદ
૧૯૩૨ સૌરાષ્ટ્રની પ્રેમકથાઓ – અડાલજા તારાચંદ્ર
૧૯૩૨ સોરઠી વિભૂતિઓ – જોધાણી મનુભાઈ
૧૯૩૨ સોરઠી શૂરવીરો – જોધાણી મનુભાઈ
૧૯૩૨ સોરઠી પ્રેમકથાઓ – ત્રિવેદી અમૃતલાલ
૧૯૩૫ બાપુ ભાલાળાની વાર્તા (ત્રી. આ.) – કસબાતી દાદુ
૧૯૩૬ મેવાડનો સિંહ યાને મહારાણા પ્રતાપ – ગોહિલ ધીરસિંહ
૧૯૩૭ તંબૂરાનો તાર – કામદાર મોરારજી
૧૯૩૭ રઢિયાળા રાસ – બ્રહ્મભટ્ટ મગનલાલ
૧૯૪૧-૧૯૫૦
૧૯૪૨ રઢિયાળી રાત : ભા. ૪ – મેઘાણી ઝવેરચંદ [૧ : ૧૯૨૫]
૧૯૪૪ કાઠિયાવાડની દંતકથાઓ – અડાલજા તારાચંદ્ર
૧૯૪૪-૪૫ લોકકથા ગ્રંથાવલિ : ૧, ૨, ૩ – પરમાર જયમલ્લ (+ વર્મા નિરંજન)
૧૯૪૬ સતી રૂપા મા – જોધાણી મનુભાઈ
૧૯૪૬ પ્રજ્ઞાચક્ષુ – જોધાણી મનુભાઈ
૧૯૪૭ સોરઠી સંતવાણી – મેઘાણી ઝવેરચંદ
૧૯૪૭ સોરઠિયા દુહા – મેઘાણી ઝવેરચંદ
૧૯૫૧-૧૯૬૦
૧૯૫૨ લગ્નગીતો – પાઠક રમેશભાઈ
૧૯૫૨ ગુજરાતની લોકવાતો – બ્રહ્મભટ્ટ મગનલાલ
૧૯૫૨ પાંચ લોકકથાઓ – શાહ કાન્તિલાલ મણિલાલ
૧૯૫૫ ખેતરનો ખેડુ – સં. ચંદરવાકર પુષ્કર
૧૯૫૫ દક્ષિણદેશની લોકકથાઓ – શાહ કાન્તિલાલ મણિલાલ
૧૯૫૬ સોરઠી લોકવાર્તા – ઉપાધ્યાય હરિલાલ
૧૯૫૬ નવો હલકો – સં. ચંદરવાકર પુષ્કર
૧૯૫૭ સૌરાષ્ટ્રની રસગાથા -૧-૨ – ઉપાધ્યાય હરિલાલ
૧૯૫૭ આપણાં હાલરડાં – પાઠક રમેશભાઈ
૧૯૫૭ કાશ્મીરની લોકકથાઓ – શાહ કાન્તિલાલ મણિલાલ
૧૯૫૭ -૭૯ લોકસાહિત્યમાળા મણકા ૧ થી ૧૪ – જોશી ઉમાશંકર, મજમુદાર મંજુલાલ, ચંદરવાકર પુષ્કર અને અન્ય
૧૯૫૮ રાંદલનાં ગીતો – પાઠક રમેશભાઈ
૧૯૬૦ કુલહત્યા – જોધાણી મનુભાઈ
૧૯૬૦ આપણી લોકકથાઓ – વ્યાસ યશવંતરાય
૧૯૬૦ આસપાસ  કચ્છની રસધારઃ ભા. ૧ થી ૪ – કારાણી દુલેરાય
૧૯૬૧-૧૯૭૦
૧૯૬૩,૬૪ લોકસાહિત્યમાળા – જોશી કનૈયાલાલ
૧૯૬૪ જીવતરના જોખ – ગઢવી પિંગળશી
૧૯૬૪ ચંદર ઊગ્યે ચાલવું – સં. ચંદરવાકર પુષ્કર
૧૯૬૪ ગુજરાતી લોકસાહિત્ય માળા : મણકો ર – જોશી ગજાનન
૧૯૬૫ પ્રાગવડનાં પંખી – ગઢવી પિંગળશી
૧૯૬૬ સોંપ્યાં તુજને શીશ – સં. ચંદરવાકર પુષ્કર
૧૯૬૬ શ્રદ્ધાદીપ – ભટ્ટ ગુણવંત
૧૯૬૭ નીંદણાનાં ગીતો – તડવી રેવાબહેન
૧૯૬૭ રાંદલનાં ગીતો – (સંપા. જોધાણી મનુભાઈ) (+ જોધાણી વસંત)
૧૯૬૮ મરદ કસુંબલ રંગ ચડે – જાદવ જોરાવરસિંહ
૧૯૬૮ ખાયણાં – જોધાણી વસંત
૧૯૬૮ લોકપુરાણકથાઓ – જોધાણી વસંત
૧૯૬૮ ગોરમાનાં ગીતો – મજમુદાર મંજુલાલ (+ રાવત બચુભાઈ, જોધાણી મનુભાઈ)
૧૯૬૮ તુલસીવિવાહનાં ગીતો – મજમુદાર મંજુલાલ (+ રાવત બચુભાઈ, જોધાણી મનુભાઈ)
૧૯૬૯ વાગે રૂડી વાંસળી – સં. ચંદરવાકર પુષ્કર
૧૯૬૯ સૌરાષ્ટ્રનું લોકભરત – પરમાર ખોડીદાસ
૧૯૬૯ સમૂહ શ્રાદ્ધ – શાહ હકુભાઈ
૧૯૬૯ લોકપુરાણ કથાગીતો – મોઢા હરિલાલ કાળિદાસ
૧૯૬૯ સૂરજની શાખ અને તુલસીના ક્યારે (વ્રતકથા) – સં. મજમુદાર મંજુલાલ, (+મજમુદાર ચૈતન્યબાળા)
૧૯૭૦ સોનાની ઝાળ – સં. ચંદરવાકર પુષ્કર
૧૯૭૦ ઓખામંડળની લોકકથાઓ – સં. ચંદરવાકર પુષ્કર
૧૯૭૦ મરદાઈ માથા સાટે – જાદવ જોરાવરસિંહ
૧૯૭૦ લોકસાહિત્યની લાખેણી પળો – ભટ્ટ દોલતરાય
૧૯૭૦ કચ્છ કથામૃત – કારાણી દુલેરાય
૧૯૭૧-૧૯૮૦
૧૯૭૧ સૌરાષ્ટ્રની વીરગાથાઓ -૧-૨ – ઉપાધ્યાય હરિલાલ
૧૯૭૧ ઊજળાં આરોહણ – પરમાર ખોડીદાસ (સંપા.)
૧૯૭૧ પંચમહાલના ભીલોનાં ગીતો – પાઠક રમેશભાઈ
૧૯૭૧ ગુજરાતની રસધાર ભાગ -૧ – સં. ભટ્ટ દોલતભાઈ
૧૯૭૧ દુુશ્મનની દિલાવરી(લોકકથા) – જોધાણી મનુભાઈ
૧૯૭૧ ધરતીની અમીરાત (લોકકથા) – પરમાર જયમલ્લ
૧૯૭૨ ખમીરવંતા માનવી – ગઢવી પિંગળશી
૧૯૭૨ સજે ધરતી શણગાર – જાદવ જોરાવરસિંહ
૧૯૭૨ લોકહાલરડાં – જોધાણી વસંત
૧૯૭૨ વિશ્વલોકકથા શ્રેણી [એશિયા, યુરપ, આફ્રિકા, ઑસ્ટ્રેલિયાની] – પટેલ હિંમતલાલ(રૂપાંતર, સંપાદન)
૧૯૭૨ ગુજરાતની રસધાર : ભા. ૧ થી ૪ – ભટ્ટ દોલતરાય
૧૯૭૨ કચ્છડો કામણગારો – રૂપારેલ મૂળરાજ
૧૯૭૨ કચ્છ પ્રદેશનું લોકસાહિ્‌ત્ય – કારાણી દુલેરાય
૧૯૭૨ રતન સવાયા લાખ (લોકકથા) – ગઢવી રતુભાઈ
૧૯૭૨ શૂરો સોરઠ દેશ(લોકકથા) – ભટ્ટ ગુણવંત
૧૯૭૩ લોકસાહિત્યની નાગકથાઓ – જાદવ જોરાવરસિંહ
૧૯૭૪ રાજસ્થાનની રસધાર – આગેવાન અનવર
૧૯૭૪ લોકસાહિત્યની ચતુરાઈકથાઓ – જાદવ જોરાવરસિંહ
૧૯૭૪ ધોળમંગળ – પરમાર ખોડીદાસ (સંપા.)
૧૯૭૪ લોકવાર્તાઓ – સોલંકી પુરુષોત્તમ
૧૯૭૫ ભરવાડોની શૌર્યકથાઓ – સોલંકી પુરુષોત્તમ
૧૯૭૬ આપણાં લગ્નગીતો – અમીન ચીમનભાઈ
૧૯૭૬ લ્હેજો લ્હાવો લોક! – ગૌદાની હરિલાલ
૧૯૭૮ આદિવાસી લોકનૃત્યો – તડવી રેવાબહેન
૧૯૭૮ કાળી તારાં કામણ ન્યારાં – ભટ્ટ ગુણવંત
૧૯૭૮, ૧૯૭૯ સૌરાષ્ટ્રના ઇતિહાસની વાર્તાઓ : ભા. ૧, ૨ – દેસાઈ શંભુપ્રસાદ
૧૯૭૯ વેરાતાં ફૂલ – અમીન ચીમનભાઈ
૧૯૭૯ રાજપૂતકથાઓ – જાદવ જોરાવરસિંહ
૧૯૭૯ રાસડાનો રંગ – પરમાર ખોડીદાસ (સંપા.)
૧૯૭૯ માની મમતાનો લલકાર – આચાર્ય કનુભાઈ ‘દિલ’
૧૯૭૯ આદિવાસીઓનો કલાવારસો – તડવી રેવાબહેન
૧૯૭૯ રૂપેણ કાંઠાની લોકકથાઓ – રબારી મફાભાઈ ‘મફત રણેલાકર’
૧૯૭૯ ગલાલેંગ (વાગડી વીરગાથા, અમરા જોગીકૃત) – સંપા.જોશી એલ. ડી.
૧૯૭૯ કચ્છ પ્રદેશનું વિવિધલક્ષી લોકસાહિત્ય – કારાણી દુલેરાય
૧૯૭૯ દુબળાનાં લોકગીતો – નાયક ટી. બી.
૧૯૭૯ લોકસાહિત્યમાળા મણકો : ૧૪ – જોશી ઉમાશંકર (+ અન્ય) [૧ : ૧૯૫૭]
૧૯૮૦ નામ રહંદા ઠક્કરાં – ગઢવી પિંગળશી
૧૯૮૦ હૈયૈ માંડી હાટડી – ગૌદાની હરિલાલ
૧૯૮૦ વિવિધ લોકકથાઓ – બ્રહ્મભટ્ટ ડાહ્યાલાલ
૧૯૮૦ રંગ છે ગઢવા – રબારી મફાભાઈ ‘મફત રણેલાકર’
૧૯૮૦ લોકસાગરની લહર – ત્રિવેદી જેઠાલાલ
૧૯૮૧-૧૯૯૦
૧૯૮૧ ગુજરાતી લોકસાહિત્ય – તેરૈયા પ્રભાશંકર (+ પલાણ નરોત્તમ)
૧૯૮૧ ગુજરાતનાં લોકગીતો – પરમાર ખોડીદાસ (સંપા.)
૧૯૮૧ ઓગણીસમી સદીનું ગ્રંથસ્થ ગુજરાતી લોકસાહિત્ય – પરીખ પ્રિયકાન્ત
૧૯૮૨ લોકસાહિત્યની બાળકિશોરકથાઓ – પરમાર ખોડીદાસ (સંપા.)
૧૯૮૨ લોકવાર્તાની રસલ્હાણ : ૧, ૨ – પરમાર જયમલ્લ
૧૯૮૨ દેશદેશની લોકકથાઓ – ભટ્ટ મૂળશંકર મોહનલાલ
૧૯૮૨ પ્રબોધક કથાઓ [દેશવિદેશની -રૂપાંતરણ] – સોની રમણલાલ
૧૯૮૩ ફેરો ન જાજો ફોક – ગૌદાની હરિલાલ
૧૯૮૩ રાતો રે રંગ કેવડો – ચૌધરી માધવભાઈ ‘માધવ મો. ચૌધરી’
૧૯૮૩ કેસૂડાં કામણગારાં – તડવી રેવાબહેન
૧૯૮૩ લીલા મોરિયા – પટેલ ભગવાનદાસ કુબેરદાસ
૧૯૮૩ ફૂલરાંની લાડી – પટેલ ભગવાનદાસ કુબેરદાસ
૧૯૮૩ જીવે ઘોડાં જીવે ઘોડાં – પરમાર જયમલ્લ
૧૯૮૩ મહેરામણનાં મોતી – ભટ્ટ દોલતભાઈ ‘દોલત ભટ્ટ’
૧૯૮૩ વિશ્વનો લોકકથા ભંડાર [રૂપાંતરણ] – સોની રમણલાલ
૧૯૮૩ લીલા મોરિયા – પટેલ ભગવાનદાસ
૧૯૮૪ ગુજરાતની લોકકથાઓ – જાદવ જોરાવરસિંહ
૧૯૮૪ શિહોર દરબારગઢનાં ભીંતચિત્રો – પરમાર ખોડીદાસ
૧૯૮૪ જય બાલવી મા – સોલંકી પુરુષોત્તમ
૧૯૮૪ અરવલ્લી પહાડની આસ્થા – પટેલ ભગવાનદાસ
૧૯૮૪ ગ્રીમનો લોકકથાભંડાર [રૂપાંતરણ] – સોની રમણલાલ
૧૯૮૪ ઓલ્યા કાંઠાનાં અમે પંખીડા – ચંદરવાકર પુષ્કર
૧૯૮૪ કચ્છના લોકસાહિ્‌ત્યમાં પ્રેમકથાઓ – કારાણી દુલેરાય
૧૯૮૫ સુરપુરા તારાં સંભારણાં (લોકકથા) – ગઢવી શિવદાન
૧૯૮૫ રાજ(પીપળા)ના આદિવાસી છેલિયા – જોશી જયાનંદ
૧૯૮૫ રાધા ગોરી ને કહાન કાળો! – તડવી રેવાબહેન
૧૯૮૫ સત ચઢે તે શૂરા – ત્રિવેદી બિપિનચંદ્ર
૧૯૮૫ બનાસકાંઠાનાં લોકસંસ્કાર અને લોકવાણી – દવે જયંતીલાલ
૧૯૮૫ સરસ્વતીને કાંઠે – પટેલ અમૃતલાલ પરસોત્તમદાસ
૧૯૮૬ આદિવાસી લોકનાટ્ય – ભટ્ટ હરેન્દ્રકુમાર
૧૯૮૭ ગુજરાતની કેટલીક તળપદી કળાઓ – આચાર્ય વિનોદ ‘વિનોદ આચાર્ય’
૧૯૮૭ હોળી ગીતો – જોશી જયાનંદ
૧૯૮૭ મૂંછોમેં માળો – તડવી રેવાબહેન
૧૯૮૭ ડુંગરી ભીલોના દેવિયાવાળાના અરેલા – પટેલ ભગવાનદાસ
૧૯૮૭ ગુર્જરી લોકકથા વૈભવ : ગ્રંથ ૧ થી ૩ – ભટ્ટ હરેન્દ્રકુમાર
૧૯૮૭ લગ્નપત્રિકા – તડવી શંકરભાઈ સો.
૧૯૮૮ કસુંબીનો રંગ – આગેવાન અનવર
૧૯૮૮ ભારતની લોકકથાઓ – ઓઝા રમેશ આત્મારામ
૧૯૮૮ સાહેલી રે, આંબો મ્હોરિયો! – તડવી રેવાબહેન
૧૯૮૮ ધરતીનો ધબકાર – ભટ્ટ દોલતરાય
૧૯૮૮ ઘોડિયા લગ્નગીતો – સોલંકી સિદ્ધરાજ
૧૯૮૮ સીદી કચ્છી વાર્તાઓ – આચાર્ય શાન્તિભાઈ
૧૯૮૮ ચાંદો ઊગ્યો ચોકમાં (લોકગીત) – સં. ભટ્ટ દોલત
૧૯૮૮ હરિવેણ વાય છે રે હોવન્નમાં – સં. ભાયાણી હરિવલ્લભ (સ્વરાંકન યાજ્ઞિક હસુ)
૧૯૮૯ કીર્તિવંત કથાઓ – ભટ્ટ દોલતરાય
૧૯૮૯ ખમીરવંતા માનવી (લોકકથા) – ગઢવી પિંગળશી મેઘાણંદ
૧૯૮૯ ગોકુળમાં ટહૂક્યા મોર – સં. ભાયાણી હરિવલ્લભ (સ્વરાંકન યાજ્ઞિક હસુ)
૧૯૯૦ ઢોલ ધડૂક્યાં (ચારણી લગ્નગીતો) – ગઢવી શિવદાન
૧૯૯૦ લોકસાહિત્યની પ્રેમકથાઓ – જાદવ જોરાવરસિંહ
૧૯૯૦ ઉત્તર ગુજરાતની લોકવારતાઓ – દવે જનક
૧૯૯૦ સૌરાષ્ટ્રની લોકવારતાઓ – દવે જયંતીલાલ
૧૯૯૦ દુહા છંદને સોરઠા – ભટ્ટ દોલતરાય
૧૯૯૦ સંગ્રહીત લોકગીતો – ભટ્ટ હરેન્દ્રકુમાર
૧૯૯૦ રૂપેણ કાંઠાની સતીઓ – રબારી મફાભાઈ ‘મફત રણેલાકર’
૧૯૯૦ આપણાં મધુર લગ્નગીતો – શુક્લ વિજયાબેન ચંદ્રશંકર
૧૯૯૦ ગરવી ગુજરાતણનો ગરબો – શુક્લ વિજયાબેન ચંદ્રશંકર
૧૯૯૦ લોકગીતોમાં કૃષ્ણચરિત – સં. યાજ્ઞિક હસુ
૧૯૯૦ હેંડો વાત મોંડીએ – આચાર્ય શાન્તિભાઈ
૧૯૯૧-૨૦૦૦
૧૯૯૧ કાનીયોવેલીયો ચંપાડી – આચાર્ય કનુભાઈ ‘દિલ’
૧૯૯૧ મનોરંજન કરાવનારી લોકજાતિઓ – જાદવ જોરાવરસિંહ
૧૯૯૧ સંતસુધા – જાદવ જોરાવરસિંહ
૧૯૯૧ દક્ષિણ ગુજરાતનાં લોકગીતો-લગ્નગીતો – પટેલ રૂક્ષમણીબેન
૧૯૯૧ ચરોતરનાં લોકગીતો : એક ઝલક – માસ્તર ધર્મેન્દ્ર
૧૯૯૧ મડદાં ઝાઝાંને પીર થોડા – રબારી મફાભાઈ ‘મફત રણેલાકર’
૧૯૯૧ ઝરમર મેહ ઝબૂકે વીજ – ભાયાણી હરિવલ્લભ (સ્વરાંકન પ્રવીણસિંહ જાડેજા, લોકગીત સ્વરાંકન સાથે)
૧૯૯૧ પાંડવલા – ભાયાણી હરિવલ્લભ
૧૯૯૧ મોતી વેરાણાં ચોકમાં(લોકગીત) – ભટ્ટ દોલત
૧૯૯૧ રા’નવઘણાની વાર્તા – આચાર્ય શાન્તિભાઈ
૧૯૯૨ કંકુ રે વાયુ (લોકગીતો) – પટેલ અમૃતલાલ પરસોત્તમદાસ
૧૯૯૨ રાઠોર વારતા – પટેલ ભગવાનદાસ
૧૯૯૨ અરવલ્લીલોકની વહી-વાતો – પટેલ ભગવાનદાસ (+ પંચાલ વીરચંદભાઈ)
૧૯૯૨ ડુંગરી ભીલ આદિવાસીઓ – પટેલ ભગવાનદાસ
૧૯૯૨ કચ્છી લોકસાહિત્ય – શર્મા ગોવર્ધન (+ અન્ય)
૧૯૯૨ રંગ ડોલરિયો (લોકગીત) – જોશી ગજાનન
૧૯૯૨ સાબરકાંઠાની ભીલી વાર્તાઓ – આચાર્ય શાન્તિભાઈ
૧૯૯૨ સૌરાષ્ટ્રની લોકવાર્તાઓ – દવે જયંતીલાલ
૧૯૯૩ ગુજરાતના લોક દેવો – જાદવ જોરાવરસિંહ
૧૯૯૩ રાજલ પાતળી – તડવી રેવાબહેન
૧૯૯૩ તોળી રૉણીની વારતા – પટેલ ભગવાનદાસ
૧૯૯૩ ડુંગરી ભીલનો ગુજરાંનો અરેલો – પટેલ ભગવાનદાસ
૧૯૯૩ સંત સદા સુખદાતા – ભટ્ટ દોલતરાય
૧૯૯૩ રામાવળાં – જાની બળવંત
૧૯૯૪ કંકુ પગલાં – દવે ભૂપેન્દ્ર
૧૯૯૪ ભાગું તો ભોમકા લાજે (પાળિયા કથા) – દવે રાજુલ
૧૯૯૪ મેંદી લાલ ગુલાલ (લોકગીતો) – પટેલ અમૃતલાલ પરસોત્તમદાસ
૧૯૯૪ ભીલ લોકોત્સવ ગોર – પટેલ ભગવાનદાસ
૧૯૯૪ લોકસાહિત્યમાં કથાગીતો – યાજ્ઞિક હસુ
૧૯૯૫ મું તો ઢોલે રમું – પટેલ અમૃતલાલ પરસોત્તમદાસ
૧૯૯૫ ઉત્તર ગુજરાતની લોકવાર્તાઓ – પટેલ પ્રજ્ઞા (+ રબારી મફાભાઈ ‘રણોલકર’)
૧૯૯૫ ભીલી લોકાખ્યાન : રોમ સીતમાની વારતા – પટેલ ભગવાનદાસ
૧૯૯૫ ભીલોના હગ અને વતાંમણાં – પટેલ ભગવાનદાસ
૧૯૯૬ જીવનચક્ર અંતર્ગત લોકરચનાઓ, ભાગ ૧, ૨ – યાજ્ઞિક હસુ
૧૯૯૭ ભીલોનું ભારથ – પટેલ ભગવાનદાસ
૧૯૯૭ ગુજરાતી લોકકથાઓ – યાજ્ઞિક હસુ
૧૯૯૭ ઢોલા-મારુણી – પટેલ ભગવાનદાસ
૧૯૯૮ પાલનપુરના પાળિયા – ચાવડા મુરાદખાન
૧૯૯૮ ઝમરખ દીવડો (લગ્નગીતો) – પટેલ અમૃતલાલ પરસોત્તમદાસ
૧૯૯૮ ચૌદ લોક – પટેલ પ્રેમાભાઈ ‘પ્રેમજી પટેલ’
૧૯૯૮ રૂપેણ કાંઠાના શૂરવીરો – રબારી મફાભાઈ ‘મફત રણેલાકર’
૧૯૯૮ તમે પીર થઈ પૂજાણા – રબારી મફાભાઈ ‘મફત રણેલાકર’
૧૯૯૮ સિંધી લોકકથાઓ – લાલવાણી જેઠો
૧૯૯૮ સૌરભ લગ્નગીત – યાજ્ઞિક હસુ
૧૯૯૮ સૌરભ રાસગરબા – યાજ્ઞિક હસુ
૧૯૯૮ સૌરભ લગ્નગીત – યાજ્ઞિક હસુ
૧૯૯૮ સૌરભ નવરાત ગરબા – યાજ્ઞિક હસુ
૧૯૯૮ સૌરભ વ્રતકથા – યાજ્ઞિક હસુ
૧૯૯૯ સતિયો ખાતુ અને હાલો હુરો – પટેલ ભગવાનદાસ
૧૯૯૯ બાની વાતું [પુનઃકથન]– વીજળીવાળા શરીફા
૨૦૦૦ લોકવાઙ્‌મય – પટેલ પ્રેમાભાઈ ‘પ્રેમજી પટેલ’
૨૦૦૦ કુંકણા કથાઓ – વાઢુ ડાહ્યાભાઈ
૨૦૦૦ લોકવાર્તાની લહેર ઉત્તર ગુજરાતે – દવે જયંતીલાલ
૨૦૦૦ ખૂતાંનો રાજવી અને દેવોલ ગુજરણ – પટેલ ભગવાનદાસ
૨. લોકસાહિત્ય વિવેચન
૧૮૮૧-૧૮૯૦
૧૮૮૫ લોકકથા – ઈરાની રુસ્તમ
૧૯૩૧-૧૯૪૦
૧૯૩૯ લોકસાહિત્ય – મેઘાણી ઝવેરચંદ
૧૯૩૯, ૧૯૪૪ લોકસાહિત્ય : ધરતીનું ધાવણ : ભા. ૧, ૨ – મેઘાણી ઝવેરચંદ
૧૯૪૧-૧૯૫૦
૧૯૪૨ લોકસાહિત્ય પગદંડીનો પંથ – મેેઘાણી ઝવેરચંદ
૧૯૪૩ ચારણો અને ચારણી સાહિત્ય – મેઘાણી ઝવેરચંદ (લોકકંઠ પ્રવાહ સાથે સંલગ્ન પ્રવાહ પરનું વિવેચન)
૧૯૪૪ લોકસાહિત્ય - પગદંડીનો પંથ – મેઘાણી ઝવેરચંદ
૧૯૪૪ લોકસાહિત્ય : ધરતીનું ધાવણ : ભા. ૨ – મેઘાણી ઝવેરચંદ
૧૯૪૬ લોકસાહિત્યનું સમાલોચન – મેઘાણી ઝવેરચંદ
૧૯૪૬ પરકમ્મા – મેઘાણી ઝવેરચંદ
૧૯૪૬ લોકસાહિત્યનું સમાલોચન – મેઘાણી ઝવેરચંદ (વિવેચન)
૧૯૪૬ પરકમ્મા(લોક. સા. ક્ષેેત્રકાર્ય અનુભવ) – મેઘાણી ઝવેરચંદ
૧૯૪૭ છેલ્લું પ્રયાણ(લોકસાહિત્ય ક્ષેત્રકાર્ય અનુભવ, અર્થદર્શન ચર્ચા) – મેઘાણી ઝવેરચંદ
૧૯૫૧-૧૯૬૦
૧૯૫૩ પઢાર : એક અધ્યયન – ચંદરવાકર પુષ્કર
૧૯૫૫ લોકસાહિત્યનું રસદર્શન – વ્યાસ યશવંતરાય
૧૯૫૭ આપણી લોકસંસ્કૃતિ – પરમાર જયમલ્લ
૧૯૫૭ આપણાં લોકનૃત્યો – પરમાર જયમલ્લ
૧૯૬૧-૧૯૭૦
૧૯૭૦ લોકભરત – પરમાર ખોડીદાસ
૧૯૭૧-૧૯૮૦
૧૯૭૧ ધરતીની અમીરાત – પરમાર જયમલ્લ
૧૯૭૧ કચ્છમાં નાથસંપ્રદાયનું આદ્યસ્થળ : ધીણોધર – ભટ્ટી નાગજીભાઈ કે.
૧૯૭૨ લોકમાતાઓ : લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યમાં – સોલંકી પરુુષોત્તમ
૧૯૭૪ મેવાસની લોકસંસ્કૃતિ – તડવી શંકરભાઈ (+ તડવી રેવાબેન)
૧૯૭૪ કચ્છી પિરોલી – કારાણી દુલેરાય (ભાષા કચ્છી, પ્રહેલિકાની ચર્ચા ગુજરાતીમાં)
૧૯૭૫ લોકજીવનના મોતી – જાદવ જોરાવરસિંહ
૧૯૭૬ વાગડનાં લોકગીતો – જોશી એલ. ડી.
૧૯૭૭ લોકસાહિત્ય અને સંસ્કૃતિ – પરમાર જયમલ્લ
૧૯૭૭ પાલના રાઠવા – તડવી શંકરભાઈ (+ તડવી રેવાબેન)
૧૯૭૯ લોકવાર્તા – ચંદરવાકર પુષ્કર
૧૯૭૯ હાલારની માલધારી જાતિનાં સંસ્કારગીતો – ભાડલાવાળા સુચેતા
૧૯૭૯ સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં પ્રતિબિંબિત લોકકથાઓ – પરમાર ખોડીદાસ
૧૯૭૯ હાલારની માલધારી જાતિનાં સંસ્કારગીતો – ભાડલાવાળા સુચેતા
૧૯૭૯ આદિવાસીઓેનો કલાવારસો – તડવી શંકરભાઈ (+ તડવી રેવાબેન)
૧૯૭૯ લોકવાર્તા : ઉદ્‌ભવ, પ્રકાર, વિકાસ – ચંદરવાકર પુષ્કર
૧૯૭૯ હાલારની માલધારી જાતિનાં સંસ્કારગીતો – ભાડલાવાળા સુચેતા
૧૯૮૦ લોકામૃત – ચંદરવાકર પુષ્કર
૧૯૮૦ લોકસાગરની લહેર – ત્રિવેદી જેઠાલાલ
૧૯૮૧-૧૯૯૦
૧૯૮૨ હાલારની માલધારી જાતિના રાસડા – ભાડલાવાળા સુચેતા
૧૯૮૩ આદિવાસી સંસ્કૃતિનો સ્વાધ્યાય – તડવી શંકરભાઈ
૧૯૮૪ લોકસાહિત્ય ચર્ચા – પટેલ રમણભાઈ પુરુષોત્તમદાસ
૧૯૮૪ ચારણી સાહિત્યના વાર્તાકથક બાપલભાઈ – આચાર્ય વિનોદ
૧૯૮૪ દુબળાનું લોકસાહિત્ય – નાયક ટી. બી.
૧૯૮૪ પાલની લગ્નવિધિ – તડવી રેવાબેન (+ શંકરભાઈ)
૧૯૮૪ ઓખામંડળના વાઘેર અને એમની સંસ્કૃતિ – પટેલ પ્રહલાદ
૧૯૮૪ લોકરંગ – ચંદરવાકર પુષ્કર
૧૯૮૫ લોકસાહિત્ય : સંપાદન અને સંશોધન – ભાયાણી હરિવલ્લભ
૧૯૮૫ રાજના આદિવાસી છેલિયા – જોશી જયાનંદ લક્ષ્મીશંકર
૧૯૮૫ લોકસંસ્કૃતિમાં પંખીઓ – પરમાર ખોડીદાસ
૧૯૮૬ આદિવાસી લોકમેળા – તડવી શંકરભાઈ સો.
૧૯૮૬ લોકમાંથી – ચંદરવાકર પુુષ્કર
૧૯૮૭ કચ્છ : લોક અને સંસ્કૃતિ – શર્મા ગોવર્ધન(+ મહેતા ભાવના)
૧૯૮૭ હોળીગીતો – જોશી જયાનંદ લક્ષ્મીશંકર
૧૯૮૮ લોકસાહિત્ય, એક અભ્યાસ – પરીખ કુમુદ
૧૯૮૯ લગ્નગીતો : એક સ્વાધ્યાય – જોશી જયાનંદ લક્ષ્મીશંકર
૧૯૮૯ રાજપીપળા વિભાગની આદિવાસી બોલી – જોશી જયાનંદ લક્ષ્મીશંકર
૧૯૮૯ કચ્છનો સાંસ્કૃતિક વારસો : પાળિયા – ભટ્ટી નાગજીભાઈ કે.
૧૯૮૯ લોકદ્વારેથી – ચંદરવાકર પુષ્કર
૧૯૯૦ લોકગીતોમાં કૃષ્ણચરિત – યાજ્ઞિક હસુ
૧૯૯૦ લોકકથાનાં મૂળ અને કુળ – ભાયાણી હરિવલ્લભ
૧૯૯૧-૨૦૦૦
૧૯૯૧ કચ્છી લોકસાહિત્ય : એક અધ્યયન – શર્મા ગોવર્ધન
૧૯૯૧ લોકસાહિત્ય તત્ત્વદર્શન અને મૂલ્યાંકન – પરમાર જયમલ્લ, સં. જાની બલવંત
૧૯૯૨ લોકગીતોમં રામ ચરિત અને પાંડવકથા – સં. યાજ્ઞિક હસુ
૧૯૯૨ લોકસાહિત્યમાં કથનશૈલી – સં. આચાર્ય શાન્તિભાઈ
૧૯૯૨ ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિ – પટેલ ભગવાનદાસ
૧૯૯૩ ગામીત જાતિ : સામાજિક અને સાંસ્કૃતિક અધ્યયન – વ્યાસ દક્ષા (+ મોદી નવીન)
૧૯૯૫ ગુજરાતી લોકસાહિત્ય – યાજ્ઞિક હસુ
૧૯૯૭ લોકસંસ્કૃતિના કલાધરો – પરમાર જયમલ્લ
૨૦૦૦ ગુજરાતની લોકવિદ્યા – યાજ્ઞિક હસુ
૨૦૦૦ લોક સંસ્કૃતિ – યાજ્ઞિક હસુ
૨૦૦૦ ધોડિયા જાતિ : બોલી, સાહિત્ય અને સંસ્કૃતિ – પટેલ મંછારામ