ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પુસ્તક પરિચય
‘ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા’ (લયમુક્ત અને મુક્તલયની કવિતા)

આ અછાંદસ કવિતા પણ ઊર્મિકાવ્યનો એક પ્રકાર છે. ગુજરાતી કવિતામાં છંદોબદ્ધ દીર્ઘકાવ્યો મળે છે. એમ અછાંદાસ (લયમુક્ત અને મુક્તલયની કવિતા)માં પણ દીર્ઘકાવ્યો મળે છે. આ ડિજિટલ સંપાદનમાં ‘અછાંદસ’ ઊર્મિકાવ્યો સમાવ્યાં છે. અનુગાંધીયુગ અને એ પછીના કાળમાં ‘અછાંદસ’ કવિતા વધુ ધ્યાન ખેંચે છે. છેક ૧૯૫૦ આસપાસથી લઈને છેક ૨૦૨૨ સુધીના ‘અછાંદસ’ કાવ્યોમાંથી અહીં (૧૦૦-૧૨૫) સો-સવાસોથી વધુ કાવ્યો સમાવ્યાં છે. હજી વધુ કાવ્યો સુધી જઈ શકાય... પણ ક્યાંક તો અટકવું પડે! સંપાદનના આરંભે ‘અછંદાસ’ કવિતાના રૂપ-સ્વરૂપને સમજવાનો અને એ કવિતાપ્રવાહનો પરિચય આપવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે. એટલે એ વિશે વિશેષ કહેવાનું થતું નથી. સૌ કવિઓએ (એમનાં સ્વજનોએ) કાવ્યકૃતિઓ લેવાની-સમાવવાની સંમતિ આપી છે – એ સહુનો આભાર.

– સંપાદકો