ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/તમે ક્યાં વસો છો?
Jump to navigation
Jump to search
તમે ક્યાં વસો છો?
નિરંજન ભગત
જાણું નહિ કે તમે રડો છો કે હસો છો!
તમે આંસુ સારો,
મને ભીંજવી ન શકે;
તમે સ્મિત ધારો,
મને રીઝવી ન શકે;
અમે તમે નિત દૂર ને દૂર ખસો છો!
તમે ક્યાં વસો છો?
પાસે નહિ આવો?
પાછું નહિ વળવાનું?
કશું નહિ કહાવો?
મૃત્યુમાં જ મળવાનું?
જાણું નહિ તમે કયા લોકમાં શ્વસો છો!
તમે ક્યાં વસો છો?