ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રામચંદ્ર પટેલ/તીતીઘોડો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તીતીઘોડો

રામચંદ્ર પટેલ

અમદાવાદથી આવતી મોટર ગામગામના ધૂળિયા રસ્તા વટાવતી, સાંજના ત્રણ વાગે જીવણપરાના નાકે થંભી. એમાંથી એકલા દેવાયતને ઉતારી, એ બીજે જવા ઊપડી ગઈ હતી. ત્યાંથી થોડુંક ચાલીએ એટલે વડ સાથેનું ગોંદરે આવે એ ખબર. વચમાં દેવાયત એક ઢીમઢી આંબલી નીચે ઊભો રહ્યો. મોં પર વળેલા પરસેવાને લૂછવા રૂમાલને ખંખેર્યો, ત્યાં જ બખોલમાં બેઠેલા ઘુવડે ઘૂઉંબીઓઘૂઉઉઘુઉરક. સૂર કાઢ્યો. એમાં બગલી મારી પત્ની છે, એવો અર્થનો ભણકારો તારવીને, એણે ઊંચે તાક્યું. આંબલીના ટોચે બગ અને બગલી બેઠાં હતાં. ભાદરવો વીતવા આવ્યો, છતાં તળાવ ખાલીખટ, પણ મરેલી ગાયના આંખ જેટલું જળ-બોડું જોયું. તેના કાંઠે બે આંબા, થડની છાલ ઉતારી પાડવાથી, એ સુકાઈ જવા તૈયારીમાં હતા. જ્યાં જોઈએ ત્યાં થોરથોર આકડા-ભોંયબાવળ, પાછા પેલા અવળગંડીના છોડ ફાવે તેમ વકરી બેઠા હતા.

એ ગોંદરે આવીને અટક્યો. વડ પોતે કરવતથી વેરાઈને, આખો ટૂંઠામાં ફેરવાઈ ગયો હતો. સામે શાળા, એના પાંચેક ઓરડા, માથે નળિયાં સંચ્યા વિનાનાં, લોખંડની તાર-વાડ સાથેની તટેલી ફાટક જોડે પીવાના પાણીની ટાંકી, નળચકલીઓમાં ત્રણેક બંધ. દેવાયત પાણી પીવાના હેતુએ ખેંચાયો. નળની એક ચકલીએ જઈને, ફેરવી તો દદૂડી પડી. ખોબો ધરીને, પાણી પીવા મુખ માંડવા જાય, ત્યાં દસ વરસ પહેલાંનો વખત આંખે ચઢી બેઠો. શાળામાં જતાં આવતાં જ ચકલીએ જઈ, પાણી પીતોજોડે ઊભી હોય તિથિ. ‘મુંને પોંણી પીવા દેને દેવું.’ અડધી તરસ રહેવા દઈ, તિથિને પીવાની તક આપતો, પછી બંને જણાં ચાલતાં ચાલતાં કોતરી નદીને કાંઠે આવીને ઊભાં રહેતાં. સૂર્ય ડૂબવાની તૈયારી કરતો હોય, ત્યારે તિથિ એકલી નદીમાં દફતર સાથે ઊતરી પડતી હતી. સામે કિનારાના ટેકરા ઉપર ચઢતાં ચઢતાં ઘાઘરી-પોલકાં ઢાંક્યા દેહ પર બેઠેલું રળિયામણું મુખડું ફેંકતી. તેની મોટી આંખોની ચમક દેવાયતને વાગી બેસતી. એ ઊંચો હાથ કરી, મલકી ઊઠીને, પછી દોડતો ઘર-છાપરાંની ઓળ વટાવતો, પોતાના વાસમાં પ્રવેશે તો એનાથી બે વર્ષ મોટો સગરામ, વચમાં પોતાના ઘર આગળ બે હાથ પહોળા કરીને રોક-ટોકે, છતાં તિથિનો સંગાથ છોડેલો નહીં. સામે પિતા એની રાહ જોતા ઊભા હોય! ડુંગળી અને રોટલા જોડે પાણીના ઘૂંટડા પેટમાં ઉતારી દેતો હતો. કેટલી બધી મીઠી લાગતી હતી તિથિ!

તિથિ યાદ આવતાં અડધું પડધું જળ પી લઈને, ટાંકીની ચકલી બંધ કરી દીધી, પછી ઠુંઠા થયેલા વડ ઓથે ઊભો, તરત આખો વડ લીલો ઘટાદાર! ભર ઉનાળે કેટલી બધી ગાયો છાંયડે ઊભી રહેતી. ઉપર વાંદરાં પણ હોય, નીચે ગામનાં છોકરાંને લાલઘૂમ ટેટા ચમકાવતો એ દેખી રહ્યો હોય જાણે ગામનો કોઈ વડવો! જોડેનો પાકો કૂવો પણ ધૂળછાયો હતો. આસપાસ કિચ્ચડ ગંદકીના થર. કાંઠે કપડાં ધોતી સ્ત્રીઓ. એમાં લેંઘા-કૂર્તામાં ઊભેલી બાઈ તો બીજી, ત્રીજી સ્ત્રીઓને ધોવાની જગ્યા માટે ધમકાવવામાં રીપૂરી. પછી ગામ-ભાગોળ વટાવીને, આગળ ચાલ્યો. પંચાયતના ઓટલે બેઠેલા ચારેક નવરાધૂપ જુવાનિયા જોરશોરથી વાત કરતા દીઠા, વળી દેવાયતનો ખાદી લેંઘા-ઝભ્ભાનો પહેરવેશ જોઈને અટક્યાય ખરા. ‘લ્યોં, ગાંધી ગોંમમાં પધાર્યા…’ એ સામે તાક્યા વગર વળાંકવાળા એક ઊબડખાબડ ખાંચામાં દાખલ થયો, ઘર-પછીતોનાં પોડાં ઊખડી ગયાં હતાં. ભોંય નીચે કેટલાંય નળિયાંના કકડા રખડે. કાંટાળા ઝાડઝાંખરાં વટાવતો જરાક આગળ વધ્યો તો સામેથી ના ઓળખાય એવો આદમી, જેનું ડિલ ઉઘાડું શ્યામ, કાંધે કુહાડો મૂકીને વેગમાં આવતો દેખાયો. એના પૂંઠળ શીળીના ચાઠાંવાળી બાઈ પાવલાં પટપટાવતી ચાલી ગઈ. દેવાયત રાખોડી માટી પર પગલાં મૂકતો ભૂતેળિયા વાસમાં પેઠો, ત્યાં લીમડા સાથેનો ચોક ચોખ્ખો, પણ નાનાં-મોટાં છાપરાં બંધ હતાં. એને થયું લાવ; જડી ભંગિયણને બોલાવું, પણ કોઈ હોય તો ને? અર્ધખુલ્લાં છાપરાં, તૂટેલાં બારી-કમાડ, વળી નાગાપૂગાં ધૂળરંગ્યાં બે બાળકોને દેખી રહ્યો, પછી પોતાના મહોલ્લા બાજુ વળ્યો. દૂરથી સગરામના બંધ મકાનને જોઈ લીધું. તે બે માળનું બની ચૂક્યું હતું. એ આખી ઓળ, લીંપણમાટીની ઓટલીઓથી સજીધજી લાગી. એક જતી કેડ વાંકી ડોશી સિવાય કોઈ દેખાયું નહીં. કેટલાક કાગડાઓ છાપરે છાપરે બેસતા, પાછા પોતાનો કર્કશ અવાજ ખેરવતા ઊડતા હતા. આડો વળાંક વટાવીને, દેવાયત ખુલ્લા ચોગાનવાળા વાસમાં આવ્યો. પોતાનું નળિયાંવાળું એક માળનું બંધ ઘર જોઈ લઈને, પછી જોડે ઉઘાડા ઘર-આંગણે કાગળિયું પકડીને ઊભેલાં મૂળીમા તરફ મલકીને જલદીથી દોડતો હોય એમ જઈને, એમના પગે પડ્યો. મૂળીમાં, દેવાયતના માથે હાથ ફેરવવા લાગી ગયાં હતાં.

– ‘મું તો તારી રાહ… તારી હેંડચા, આવતાં ઓળખી પાડી બેટા!’

– ‘દાદીમા ખરાં ને?’

– ‘શ્ય કરસ તાર બાપા.’ – ‘મજા, તબિયત સારી છે.’

– ‘ઈય મૂઓ, તારી મા ગયા પછ જીવણપરા ભૂલી જ્યો લાગશ. આ તારો કાગળ ગોદડમુખીને વંચાયો પછ ખબૅર પડી કે તમો બેય હાજાનવરા સો.’

– ‘હા દાદી, શહેર એવું કે ગામડામાં આવવા દેતું નથી, હું ભણવામાં, ને બાપા મિલમાં, હાથે રોટલા ટીપી ખાધા. હવે મને નોકરી, શહેર સુધરાઈમાં મળી ગઈ છે. હેલો પગાર લઈને આવ્યો છું દાદી.’

– તાર કહાર બનાવીને જમાડું…’

દેવાયત ખાટલીમાં બેઠો. પાણી પીધું. સામે ટાટિયું પાથરીને મૂળીમાં બેઠાં. એંશી વરસ થવા આવ્યાં, છતાં થીંગડાવાળા સાડલામાં તંદુરસ્ત લાગતાં હતાં. મુખ પર કરોચળી ખરી, પણ મુખમાંથી એક પણ દાંત ખરેલો નહિ. આંખમાં ન હતો મોતિયો. બત્રીસ દાંતવાળાં દાદીને એ નિહાળી રહ્યો. જાતમહેનત પર જીવનારાં મૂળીમા પોતાના વારસદારને જીવ રોપીને પંપાળી રહ્યાં હતાં.

– ‘લો, આ પૈસા ક્યાંક મૂકો.’

– ‘આટલા બધા…’

– ‘હા, ધરમ પુણ્યમાં ખપ લાગશે.’

– ‘તિયારે રેપડીમાની બાધા ફળી…’

– ‘મા-ના સ્થાનકને મોટું કરી દઈશું…’

દેવાયતને સાંભર્યું પેલા ચમાર, વણકર અને ભૂતેળિયા ત્રણે વાસના ફાંટા મળે, ત્યાં થોરિયા વીંટળાયેલો વરખડો, નીચે માટીના લીંપણવાળો આટલો, વચમાં દસ-બાર ઈંટોની દેરી, એમાં માંડ માંડ દીવો થાય એટલી જગ્યા, કંકુ પથરાય, પણ વરખડો તો નાડાસડીઓથી બાંધેલ નારિયેળથી ઝૂલતો ઝૂલતો, લાલ ચૂંદડીઓથી ચળકી ઊઠે. તિથિ નિશાળથી છૂટે… સાથે દેવાયત હોય. બંને જણાં રેપડીમાને પગે લાગે. તિથિ કપાળે કંકુ ચાંદલો કરે, વળી દેવાયતના કપાળે ટીલું, પછી એ ચાલતી એકલી કૉતરી નદીમાં ઊતરી પડે. સામે કામનાથ મંદિરમાં, તેના ઘેર જાય. આવે ત્યારે પડિયામાં સાકરિયા ચણા, સિંગદાણાનો પરસાદ હોય. રેપડીમાને ધરાવી, પછી ખાતાં ખાતાં બંને નિશાળે જતાં હતાં. ભણવામાં તિથિ બહુ હોશિયાર અને ચાલાક. ભલે દેવાયતથી એક વરસ પાછળ, પણ સંગાથ દેવામાં તો… એક વાર ભાદરવાની પૂનમ. નિશાળ છૂટ્યા બાદ દોડતાં દેરીની ઓટલીએ. એ પહેલી જઈને બેસી પડી હતી. ભોંય પાયલાગણ કરતાં પેલો સગરામ તેના પીઠ, ખોળિયાને તીતીઘોડાની જેમ બાઝી પડ્યો હતો. દર્શન અધૂરાં હોવા છતાં તિથિએ એને ઉલાળી મૂક્યો. પછી એ ક્રોધમાં બોલી ઊઠી હતી.

– ‘લાજશરમ વગરના, મને અભડાવી મારી, ખોલા?’

– ‘મેં તો તારા પર થકીશ જા.’ સગરામ બોલેલો…

પછી તો દેવાયત અને સગરામ બંને દફ્તરે દફ્તરે ઝીંકાછીંક… લડી પડેલા. સગરામના દફ્તરના ઘા તિથિએ પણ ખાધા હતા. મફો વણકર ત્યાં આવી ચડેલો. બંનેને લડતા છૂટા પાડ્યા હતા. નહીં તો તિથિએ ઉપાડેલી રેપડીમાની ઈંટ નક્કી સગરામના માથામાં, ત્યારે મફા વણકરે ઉચ્ચારેલું. એ દેવાયતને યાદ આવ્યું. ‘સાલો, બાપના સમો કહઈ સ… છાનાંમાંનો ઘેર જા…’ તે જ વેળાએ થોરવાડમાંથી એક તીતીઘોડો ઊડી આવીને તિથિના ઝભલા ઉપર… તે ચમકી ઊઠીને, ચીસ પાડે એ પહેલાં દેવાયતે ચોટલો તીતીઘોડો ઝટ પકડીને, કાંટાળા કંથેરના જાળામાં. ત્યાં મૂળીમાં ચૂલાની બેળના ગોખલામાંથી ટૂચાવાળો ગાભો બહાર કાઢતાં પાંચ પાંચિકા, કોડીઓ અને શંખ-છીપલાં વેરાઈ પડ્યાં હતાં. પાછું હતું એમાં એક પથ્થરનું ટિક્કણ.

– છૂટા પઈહા મેકવા ગઈ નઅ કૂકા…’ – ‘લાવો, હું સઘળા ભેગા…’

– પેલી રૂગનાથબાવાની છોડી, કૂકા લેવા આવી આવી ના પાસી, બિચારીને નાં આલ્યા કૂકા, નઅ જાણ કરી તારી. એક, વરહથી એ અંઈ નથ આવી… પેલો સગરાંમ આવતી જતી પજવતો અતો ભઈ..’

વખત વખતનું કામ કરે. તેણે નક્કી તિથિને હેરાન, પરેશાન કરી મૂકી હશે. ગાંઝી જાય એવી ન હતી, તો એનાથી વશ શાની થાય? એ છેલ્લે છેલ્લી પોતાના ઘેર આવી, એટલે ચૌદ વરસની હતી. એનો સુડોલ દેહ આંગણે બેસે, ઘર-બારણું મહેકી ઊઠે. ઓસરીની અંદર ચોપાટ બનાવીને કોડીઓ હથેલીમાં લઈ લઈ ખખડાવીને નાખે. એના પાસા પોબાર. હરેક વખતે જીત મેળવે, વળી પડીકામાં લાવેલ લુકટી આપીને, હારેલ દેવાયતને વધાવે, રાજીરેડ કરીને દોડી જતી તિથિ બહુ વહાલી લાગતી હતી. એને પકડી લેવા, લાંબી આંગળીઓ વાળી હથેળીઓમાંનું હિંગળોક પીવા ચિત્ત તડપી ઊઠતું ખરું. કાંડાં લાંબાં, તેના પર કાચની બંગડીઓ ઝૂમઝૂમતી નાચે… પગપાનીઓની કુમાશ, પાતળી રમ્ય નાસિકાની રતાશ જોડે સંબંધ બાંધીને ગાતી રહે.. કંઠે, એક પણ દાગીનો, દોરાધાગો માદળિયું સરખુંય નહીં, છતાં મુખડા પર હાસ્ય રમતું મૂકે. નાકની ચોપચૂની, કાનની સોનેરી વાળીઓ સાથે તે ગમ્મતે ચઢે. એનું સઘળું અંગેઅંગ મજાનું હતું. કપાળે ઠરેલો રેપડીમાનો કંકુ ચાંદલો તો ઝગમગ થાય. માથે વાળ સેંથીમાં સિંદૂર પૂરવાનું મન ઊપડે એવા કાળા, સુંવાળા. એમાં રોજ અષાઢી વાદળ ઊડતું રહેતું

હાંકવા જતા હતા. દેવાયત એકલો ઘેર. પેલી તિથિ નિશાળે લઈ જવા, બોલાવવા આવી ચઢે. એ એક ઓરડા સુધી પહોંચીને ડામચિયા ઉપર ચઢી બેસતી હતી. પગ હલાવતી ઝૂલે. રજા હોય તો કૂકે રમતાં રમતાં, વળી જમીન ઉપર પાંચ પિતાળાવાળી ચોકડીઓની રમતમાં ટિક્કણ નાખવામાં એ હોંશિલી.. જીત મેળવીને જંપે. પાછળ હારેલા ભૂખ્યા દેવાયતને કશુંક ખાવાજોગ ઘરે, આપે. જો ના લે તો પટ્ટાવાળા લેંઘાના ખિસ્સામાં ઊંડો હાથ લાવી વસ્તુ અંદર નાખી દે. હાથ કાઢતાં દેવાયતને ગલગલિયાં થતાં, બંને બની જાય હરખપદૂડાં. મકાન વાનું ના વાખ્યું કરીને, દોડતાં દેરીએ જાય, નમીને પછી નિશાળે, વડ-ગોંદરે પહોંચે, ત્યાં દરવાજે કે પાણીની ચકલીએ સગરામ ઊભો હોય. એ તિથિને બોલાવે. રોકે-ટોકે, સગરામ, આગળના ધોરણમાં ભણે. છતાં તેના વર્ગમાં તિથિને લઈ જવા ખેંચે, એ દેવાયતને ના છોડે. દૂધા માસ્તર કડક. પેલા સગરામને મારે. વળી ઝૂડેય ખરા પણ રડે બીજા. તેનું શરીર તો ઘો-ના જેવું, માર ખાય, ગમે. કોઈ મારે તોયે ચામડી ફૂલે. સોળ પડે નહીં. સગરામને બિલકુલ વાગતું ન હતું.

દેવાયતે દૂર સગરામના ઘર બાજુ દૃષ્ટિ ફેંકી. કોઈ દેખાયું નહીં. એણે વજનવાળી પ્લાસ્ટિક થેલી, જ્યાં દફ્તર લટકતું રહેતું હતું, એ જ ખીંટીએ ભરાવીને, પાછી પકડી લીધી. થેલીએ એકલી રખાય એવી ન હતી. પોતાના સૂના ઘરમાં બે-એક આંટા માર્યા. મૂળીમાનો ટહુકો આવ્યો. થેલી સાથે એ ઘરને વાખી, સાંકળ મારીને, દાદી પાસે ગયો, ને જમવા બેસી ગયો. કલાઈવાળી પિત્તળની થાળીમાં લાપસી જોડે ખીચડી મીઠાં લાગ્યાં. મૂળીમાનો હૈયાનો ઉમળકો આંખે આંસુ લાવીને જ જંપ્યો.

– ‘મા, ગામમાં ફરી આવું..’

– ‘ઝાક વળે એ પહેલાં પાછો…’

દેવાયતે ખાટલીમાં કેટલાંક પડખાં ફેરવ્યાં, પછી પોતાનું મકાન જોવાનો વિચાર જાગતાં એ ઓચિંતો ઊભો થયો. બાજુ પર જઈને વાખેલી સાંકળ ખોલી, ધક્કા વિના કમાડ ઊઘડી ગયાં. અંદર બેઠેલી હવા, છેક ઓરડામાંથી મા-ની જેમ ધસી આવીને વળગી પડી. ઘર, લીંપણબદ્ધ મૂળીમાએ જાળવ્યું હતું. મા જીવતી હતી, ત્યારે ખેતરકામ મજૂરીએ, બાપાય દહાડીએ. કોક ખેડૂતનો કાંસ કે હળ પકડીને, કાંટાળા કંથરના જાળામાં.. ત્યાં મૂળીમા ચૂલાની બેળના ગોખલામાંથી ટૂચાવાળો ગાભો બહાર કાઢતાં પાંચ પાંચિકા, કોડીઓ અને શંખ-છીપલાં વેરાઈ પડ્યાં હતાં. પાછું હતું એમાં એક પથ્થરનું ટિક્કણ.

– છૂટા પઈહા મેકવા ગઈ નઅ કૂકા…’ – ‘લાવો, હું સઘળા ભેગા…’

– પેલી રૂગનાથબાવાની છોડી, કૂકા લેવા આવી આવી ન પાસી, બિચારીને નાં આલ્યા કૂકો, ના જાણ કરી તારી. એક, વરહથી એ અંઈ નથ આવી… પેલો સગરાંમ આવતી જતી પજવતો અતો ભઈ…’,

વખત વખતનું કામ કરે. તેણે નક્કી તિથિને હેરાન, પરેશાન કરી મૂકી હશે. ગાંઝી જાય એવી ન હતી, તો એનાથી વશ શાની થાય? એ છેલ્લે છેલ્લી પોતાના ઘેર આવી, એટલે ચૌદ વરસની હતી. એનો સુડોલ દેહ આંગણે બેસે, ઘર-બારણું મહેકી ઊઠે. ઓસરીની અંદર ચોપાટ બનાવીને કોડીઓ હથેલીમાં લઈ લઈ ખખડાવીને નાખે. એના પાસા પોબાર. હરેક વખતે જીત મેળવે, વળી પડીકામાં લાવેલ લુકટી આપીને, હારેલ દેવાયતને વધાવે, રાજીરેડ કરીને દોડી જતી તિથિ બહુ વહાલી લાગતી હતી. એને પકડી લેવા, લાંબી આંગળીઓ વાળી હથેળીઓમાંનું હિંગળોક પીવા ચિત્ત તડપી ઊઠતું ખરું. કાંડાં લાંબાં, તેના પર કાચની બંગડીઓ ઝૂમઝૂમતી નાચે… પગપાનીઓની કુમાશ, પાતળી રમ્ય નાસિકાની રતાશ જોડે સંબંધ બાંધીને ગાતી રહે. કંઠે, એક પણ દાગીનો, દોરાધાગો માદળિયું સરખુંય નહીં, છતાં મુખડા પર હાસ્ય રમતું મૂકે. નાકની ચોપચૂની, કાનની સોનેરી વાળીઓ સાથે તે ગમ્મતે ચઢે. એનું સઘળું અંગેઅંગ મજાનું હતું. કપાળે ઠરેલો રેપડીમાનો કંકુ ચાંદલો તો ઝગમગ થાય. માથે વાળ સેંથીમાં સિંદૂર પૂરવાનું મન ઊપડે એવા કાળા, સુંવાળા. એમાં રોજ અષાઢી વાદળ ઊડતું રહેતું હતું.

દેવાયતે ખાટલીમાં કેટલાંક પડખાં ફેરવ્યાં, પછી પોતાનું મકાન જોવાનો વિચાર જાગતાં એ ઓચિંતો ઊભો થયો. બાજુ પર જઈને વાખેલી સાંકળ ખોલી, ધક્કા વિના કમાડ ઊઘડી ગયાં. અંદર બેઠેલી હવા, છેક ઓરડામાંથી મા-ની જેમ ધસી આવીને વળગી પડી. ઘર, લીંપણબદ્ધ મૂળીમાએ જાળવ્યું હતું. મા જીવતી હતી, ત્યારે ખેતરકામ મજૂરીએ, બાપાય દહાડીએ. કોક ખેડૂતનો કાંસ કે હળ હાંકવા જતા હતા. દેવાયત એકલો ઘેર. પેલી તિથિ નિશાળે લઈ જવા, બોલાવવી આવી ચઢે. એ એક ઓરડા સુધી પહોંચીને ડામચિયા ઉપર ચઢી બેસતી હતી. પગ હલાવતી ઝૂલે. રજા હોય તો કૂકે રમતાં રમતાં, વળી જમીન ઉપર પાંચ પિતાળાવાળી ચોકડીઓની રમતમાં ટિક્કણ નાખવામાં એ હોંશિલી… જીત મેળવીને જંપે. પાછળ હારેલા ભૂખ્યા દેવાયતને કશુંક ખાવાજોગ ઘરે, આપે. જો ના લે તો પટ્ટાવાળા લેંઘાના ખિસ્સામાં ઊંડો હાથ લાવી વસ્તુ અંદર નાખી દે. હાથ કાઢતાં દેવાયતને ગલગલિયાં થતાં, બંને બની જાય હરખપદૂડાં. મકાન વાખ્યું ના વાખ્યું કરીને, દોડતાં દેરીએ જાય, નમીને પછી નિશાળે, વડ-ગોંદરે પહોંચે, ત્યાં દરવાજે કે પાણીની ચકલીએ સગરામ ઊભો હોય. એ તિથિને બોલાવે. રોક-ટોકે, સગરામ, આગળના ધોરણમાં ભણે. છતાં તેના વર્ગમાં તિથિને લઈ જવા ખેંચે, એ દેવાયતને ના છોડે. દૂધા માસ્તર કડક. પેલા સગરામને મારે. વળી ઝૂડેય ખરા પણ રડે બીજા. તેનું શરીર તો ઘો-ના જેવું, માર ખાય, ગમે. કોઈ મારે તોયે ચામડી ફૂલે. સોળ પડે નહીં. સગરામને બિલકુલ વાગતું ન હતું.

દેવાયતે દૂર સગરામના ઘર બાજુ દૃષ્ટિ ફેંકી. કોઈ દેખાયું નહીં. એણે વજનવાળી પ્લાસ્ટિક થેલી, જ્યાં દફ્તર લટકતું રહેતું હતું, એ જ ખીંટીએ ભરાવીને, પાછી પકડી લીધી. થેલીએ એકલી રખાય એવી ન હતી. પોતાના સૂના ઘરમાં બે-એક આંટા માર્યા. મૂળીમાનો ટહુકો આવ્યો. થેલી સાથે એ ઘરને વાખી, સાંકળ મારીને, દાદી પાસે ગયો, ને જમવા બેસી ગયો. કલાઈવાળી પિત્તળની થાળીમાં લાપસી જોડે ખીચડી મીઠાં લાગ્યાં. મૂળીમાનો હૈયાનો ઉમળકો આંખે આંસુ લાવીને જ જંપ્યો.

– ‘મા, ગામમાં ફરી આવું…’

– ‘ઝાક વળે એ પહેલાં પાછો…’

– હોં,

– પેલો મફો વણકર આવ… જા, મળવા સામો માંણહ સા.’

આડી ઓળ વટાવીને, ઊભી ઓળે ચઢી ગયો. એક ઘર સાજુ તો બીજાં ત્રણ ઘર નીચે પડવાની તૈયારી કરતાં હોય! જે જે મકાન છોડીને ગયો, એમની તો બારીઓ તૂટેલી, કમાડ ખવાયેલાં, ભીંતોના કેડમાં બખોલો. કૂતરાં-બિલાડાંની આવ-જા. ઉંદર દહાડેદીને છાપરે, ચડતા-ઊતરતા દેખ્યા. ધૂળખેપટ, કચરાથી આંગણાં ભરેલાં. જે હયાત હતું તેનું મકાન ટકોરાબંધ, સ્વચ્છ. દેવાયતે ઝડપ વધારી દીધી. સગરામનું સિમેન્ટ બાંધકામવાળું મકાન જલદીથી વટાવી દઈને, મહોલ્લાનો માટિયાળો ઢાળ ચઢતા મફા વણકરને પગે પડ્યો, વળી એ હાથ જોડી બેઠો હતો. મફાભૈ નવાઈથી દેવાયતને નિહાળવા લાગ્યા.

– ‘ઓળખો છો કાકા…?’

– ‘ઘણા દાડે ભાળ્યો, લખાનો છીયો ના… બઉ મોટો થઈ જ્યો સ … ૨યું કર છઅ તાર બાપા.’

– ‘મજા! મિલમાંથી છૂટા થયા છે.’

– તારું ઘર મૂળીએ હાચવ્યું સા હોં… અમ જૂઠ બોલાય. હેડ ઘેર બેહીએ.’

મફા વણકરે પોતાનું ઘર ઉઘાડવું, અંદર ખાડામાં સાળ, ભીંતે ગોખલો. એમાં બહુચર માની છબિ. સામે ચૂલો ને જાળિયું. બે બાજુ નેહલા-ખીલા ઠોકીને, બેસાડી ઠરાવેલા લાકડાના પાટિયા ઉપર વાસણો, ડબ્બા, બે થાળી, વાટકા. એમાં કાંસાનું એક-તાંસળું ઊંધું પાડ્યું હતું. નીચે તાંબાની ચરૂડી જોડે પાણીની માટલી, ઉપર લોટો, દેવાયતને લાગ્યું કે સ્ટીલ પ્રવેશ્ય નથી. ખાટલી બહાર કાઢીને આંગણે બેઠા.

– તું એકલો ક પસ..’

– મારાં સગપણ નથી થયાં, હમણાં નોકરીએ…’

– ‘હારું ભૈ, મું અને સાળ બેય ભલાં. ગજ હાથે, કાપડનું પોટલું માથે લેઈલેઈને ધોતિયાં, ટુવાલ, ગરણાં, કાપોટિયાં વેચીને પેટિયું. મેં ચ્યો પરણ્યો સું. હાથે રોટલા ટીપી ખાઉં સું. ગોંમ પહેલા જેવું રયું નથ. મુખી, મુખીપણું ખોઈ બેહ્યા સઅ… ગનુ પેંજારો મનમાંની કરસ; પેલો ચ્યોંકથી આયો સઅ રૂગનાથબાવો, ઈની વઉં બામણી ક ગરોડી ખબૅર પડવા દીધા વના ઈની હારે તોફા, ઈય મરી, પેટ ફુલાડી ફુલાડી ના… ઈમાં આપડો સગરામ પાડો થઈને જેને તેને શેકી બેહઅ સઅ… હોની ગજો તો ભજન ગાતાં ગાતાં કોક બૈરા હારે લફરું, શરીર ચોળી બેહઅ સઅ…’

– ‘કામનાથ મંદિરમાં…’

– હાસ્તો, આજ અમાવાસ્યા સબ… બધા ભેગા થઈને કાંચળી કાંચળી રમશીં. જે બૈરાની કાંચળી હાથમાં આપી ઈને બાથમાં લઈને આયી રાત્ય ધોળી કરી મેલશી. બૈરાંય મૂ, પોતાનો ધણી છોડીને, બીજાના ખાટલામાં આળોટે ઈ હારું કેવાય ભઈ. કણબીનું કાળું ઠેમણે ઠાકરડા ભેળું. કોડવાળી સગુના પંજારી, રત્નાની બૈરી થાય, વળી લે, હોનેણ કંચન, રૂગનાથ બાવાના ખોળામાં બેહએ સઅ. ઓમ સેળભેળ કાંચળીઓ નાચે, રમે… ઈનો વાંધો નથઇ, પણ ગોંમમાંથી અચ્છી અચ્છી છોકરીઓને ઉપાડી માદેવમોં, પંસ કાછડી છૂટ વધ ક ઘટ્ટ. આપડો પૈણ્યા વનાનો સગરામ અતો તિયારે વાહન દીચરીઓ જેઠી. જડી, કઈલી રાતમા ખેંચી તાણીને લેઈ જેલો. બેજીવી કરી મેલી અતી. બાળક જનમ્યાં, ઈનાં માવતરોએ છાનામાંનાં કોતરી નદીમાં દાટી દીધાં, પસ પૈણાવી. હજીય સગરામ ચ્યોં છાલ મૂકશ્ય. ઈનો ડોહોય હરામખોર, કંડમાં પડ્યો રહે રહે ને કૂતરીને પરળમાં નાંથી બાથમ… લેઈ ઊઘે, પસ ઈનો ગોચો ચ્યોંથી હારો વોય. તંઈ જાત જાતની બાયડીઓ જોડે અમાવાસ્યા.

આટલું સાંભળીને દેવાયત વિચારમાં ચઢી ગયો. મારા ગામ જીવણપરામાં સ્ત્રી-પુરુષોએ ગાવું, નાચવું, કૂદવું પછી ગમતાંની સાથે મસ્તીમાં રાત ગાળવી. નિયમ કે મર્યાદા નહીં. રોગના ભોગ થવા શરીર શરીરનાં પડખાં ઘસવા, માદીકરી, બાપનો ખ્યાલ રાખવાનો નહિ. આના કરતાં જ જનાવર-જીવો સારાં. જાત-ભાત વેળા જોઈને માંડે માળો. વંઠેલાપણું પેસે તો માણસપણે સચવાય ખરું? કુદરતે પરથમી પર મોકલ્યા બસ કુંડાળામાં પગ દેવા…

– ‘લ્યોં કાકા, ગામમાં ફરી આવું.’

– ગોંમ હાડે ક્યું સઅ ભઈ… બે મોંઢાળા ગોંમથી જોજે ભલા?’

ગામના બજારચોક જઈને એ ઊભો રહ્યો. મહોલ્લે મહોલ્લા નવરા, પાનતમાકુ ગલ્લા-થડાઓ પર ઘરાકી. મીઠાઈ-ચવાણાનાં પડીકાં વળાય. બે અદ્યતન સલુનોમાં ગિરદી-બંગડી-બોપટ્ટી, સ્નો, પાઉડર, લિસ્ટીક સ્ટોર સારા ચાલે. એકાદ કરિયાણાની દુકાન સિવાય બજાર ખાલી. લોકોની અવરજવર ઓછી, ઢોરઢાંખરની આવ-જા ઝાઝી. ગધેડાં-ભૂંડની દોડધામ વધુ. કૂતરાં ભસ્યા કરતાં હતાં. કેટલાંક સ્ત્રી-પુરુષો ખેતર-મજૂરી કરી ઘર બાજુ વળતાં જોયાં, બાકી નવરાપણું તો તીતીઘોડાની જેમ ઊડી ઊડીને ગામ-રસ્તાઓમાં ચોંટી પડતું હતું. દેવાયતને થયું. દસ વરસ પછી ગામમાં આવ્યો તો ઘર-મકાનોની ઘાટરચનામાં કંઈ ફેરફાર નહીં. રસ્તા ધૂળિયા, લત્તે લત્તે ગંધવાડના થર, ગામ, ધણી વગરનું, ત્યાં કુંવરજીએ વગડાઉ ઝાડ વાઢી-કાપી, લાકડાં ભરેલું ટ્રેક્ટર, ચોરા આગળ થઈને મારી મૂક્યું હતું. વિવિધ ગૂંટકાઓની તૂટેલી, સુંવાળી નાની-મોટી કોથળી-પડીકીઓ વાયરે ઊડી ઊડીને, ચળકી ઊઠતી હતી, તો ચા-ચાની લારી પર તભો ભાભો પ્રાયમસ પર કીટલી મૂકીમૂકીને, ચા અગર દારૂ આપતો જોતાં એનાથી ન સહેવાયું, એ કોતરી નદી તરફ વળ્યો. ત્યાં જતાં ગંદકીનો સામનો કર્યો. પરાણે એના કાંઠે જઈને ઊભો. નદીમાં ઊતરવાનો માટિયાળો ઢાળ… તિથિને મૂકવા માટે આટલા સુધી… એ પહેરણ અને પટાવાળા લેંઘામાં હોય તો તિથિ લીલાં, ઘાઘરી-પોલકા સાથે સફેદ ઓઢણીમાં. બંને જોડાજોડ થોડુંક ચાલી ઊભાં રહેતાં હતાં. સૂર્ય ડૂબવાની તૈયારી કરતો, ત્યારે સામે ટેકરા પર બેઠેલું કામનાથ મંદિર ગીધની જેમ પાંખો ઊંચી કરી કરીને, ભય છોટે રાખે. એ પહેલાં હંસલી બનીને તિથિ નદીમાં ઊતરી જતી હતી. એકવાર દેવાયત ઢાળ વચ્ચોવચ તિથિને પકડી, એની પૂંઠને અમસ્તો દબાવી બેઠો હતો.

– ‘તું ય યું તીતીઘોડાની જ્યમ મુંને..?’

– ‘ના ગમ્યું તને.’

– ‘જરાક મોટો થા પછ.’

તિથિના એ બોલ લમણું તોડીને, બહાર ઢાળની વેળુ ઉપર નાચ કરવા લાગ્યા. બંને જણાં અવ્યવસ્થિત ધૂળ ધૂળ..!’ એ જગ્યા, એણે શોધી જોઈ, પણ આખી કોતરી નદી આકડા બાવળના છોડછોડથી ખીચોખીચ. કાંકરા, માટી દેખાતાં ન હતાં, બસ દેવળ જવા માટેની એક સાંકડી વાંકીચૂંકી વાટ. દેવાયતને કામનાથ ખેંચી રહ્યું હતું.

તિથિ તો આટલા વરસે ક્યાંથી હોય? હોય તોયે ઓળખે ખરી? પછી સગરામે તેને લલચાવી તો નહીં હોય! છતાં એ મને ભૂલે નહીં. અમદાવાદ જવા નીકળ્યો, ત્યારે એ બસસ્ટોપ સુધી આવી હતી. મોટર ઊપડી તોયે એ કેવી એકધારી આંખો માંડીને તેનું જ્યોતિ ભરેલું મુખડું બોલાવી રહ્યું હતું! કામનાથની ધ્વજા વાયરે ફંડ ફડ બોલતી હતી. એ નદીમાં ઊતરવા જાય એ પહેલાં સોની ગજો તથા એની વહુ કંચન કોતરીમાં ઊતરી, જતાં દેખ્યાં. રૂગનાથ બાવો જીવણપરામાં પધારે તો કંચનના ઘેર પહેલો પેસે. સોનાર ઠાવકી મજાની, બાવાને મૂકવા મૂઈ છેક સુધી જતી. ઘણાંખરાંએ નિહાળી હતી.

અમાસનું કાબરચીતરું અંધારું ભટ્ટ બનતાં બાવળિયાઓના લીલાં ડાળડાળખાં, પર બેસી પડી ઝૂલવા માંડ્યું. નદી આમ ચોમાસાના રેલા કાઢીને અબોલ બને, રાત્રે એ ભયવાળી લાગે. એમાં નાનીમોટી કોતરો પડવાના લીધે કોતરી નામ પડ્યું હોય. એ સાંકડો રેતવાળો રસ્તો વટાવતો અડધે આવીને અટક્યો. ભૂંડ છીંકોટા મારતા સંભળાયાં. કોઈ મરેલા પશુની દુર્ગધ આવતી હોવાથી રૂમાલ કાઢીને નાકે ધર્યો. એ સામેની ભેખડે ચઢવા લાગ્યો. બે-ત્રણ વાર લપસી પડાયું હતું. કામનાથ ટેકરી ઉપર. તેની ચારેબાજુ બાવળ, બોર, કંથારનાં ઝુંડ. ઊંચો વરંડો. દ્વાર આગળ કાંઠીબીલીનાં ઝાડ, દરવાજો તો બે ગોખલા સાથે ઉપરથી બે અર્ધગોળ કમાડથી બંધ હતો. તેનો આકાર તીતીઘોડાના મોઢા જેવો લાગ્યો. વાયરો હળવો હળવો વાય. આકાશને એક મોટા શ્યામ વાદળે દાબી દીધું, ત્યારે અતિ કાળાશમાં હવામાન પલટાઈ બેઠું. અંદર જવા ઉતાવળ કર્યા વિના ડોકાબારીમાં પોડું હોવાથી એમાં આંખ નાખીને દેવાયતે તાક્યું. પાંચ પગથિયાંની બેઠકવાળું દેવળનું અર્ધગોળ નાકું, ગભારાનું ઊંડાણ રાફડા જેવું. અંદર ફેણ ચઢાવીને નાગ, લાલ જીભ કાઢતો તાકી રહ્યો ન હોય! માંહ્ય દીવો બળે. એ તેના માથા પરનો મણિ બનીને ઝગમગતો હતો. કામનાથ મહાદેવની આસપાસ ઓઠણ સારી એવી, એને અડીને, ઘોડાની નાળરચનામાં સાત ઓરડીઓ. મંદિરને ના કોતરણી કે ઘાટ, નહીં મંડોવરની પાટ, બસ નળાકાર ઘુમ્મટ. ગર્ભાગાર ચળક ચળક… નાકે ઘંટ લટકે… એ દીવાના તેજમાં કોઈ ગ્રહ સમો ચમકી રહ્યો હતો. પગથિયાંની બે બાજુ પીળી કરેણના છોડ. પીળાં ફૂલ ફૂલ જોડે લીલા ઘટા ઝૂલતા હતા. આ જાતનું ઈંટ-ચૂના-માટીવાળું દેવાલય કોણે કયા કારણે બાંધ્યું હશે? પાછો પ્રાંગણમાં યજ્ઞકુંડ. એ અડધો સોનાનો લાગતો હતો. ચોક, જમીન માટિયાળા આંગણા પર ઠરેલું અંધારું કશાક ઝબકારામાં તડાક દઈને તૂટ્યું. એમાંથી દેહે કાળો રૂગનાથ બાવો એક હાથમાં સળગતી મશાલ, બીજામાં વલોણું ફેરવવાની ગોળી પકડીને આવ્યો. એ પોતે નકરો ઉઘાડો. માથે ટાલ ચળકે. પ્રથમ કામનાથને મશાલ ધરીને નમ્યો, પછી પેલા યજ્ઞકુંડમાંથી ત્રિશૂળ કાઢી એના પર ગોળી ઠરાવીને, છેલ્લા પગથિયા પર બેઠો.

મશાલના ચળકાટમાં દેવળ પૂંઠળની સાત ઓરડીનો પોત નાં બારણાં, મોવડીઓ સાથેનાં નળિયાં મલકાવા માંડી, એટલામાં જમણેથી જો બંધ કંચન અને સોની ગજો, ડાબેથી કોડવાળી સગુનાને લઈ વલી પીંજારો આવીને રૂગનાથના નજીક ગોઠવાયાં. મુખી ગોદડે, પોતાની શીળીના ચાઠાંવાળી સંતોકના જોડે જમાવ્યું, પછી કાળોકિટોડો સગરામ, કદાચ તેની ઠીંગણી વહુ નાથી પધાર્યા. છેલ્લે ઊંચીપાતળી કાજલી, અને રત્નો, વળી બેઠી દડીની ઘો જેવી આંખોવાળી સોમલી સજોડે કુંવરજી ઠાકોર બાવાના આગળ આવીને ઠર્યા. છેલ્લી રૂમઝૂમ કરતી આવી તિથિ. એ નવરંગ ચૂંદડીમાં રૂગનાથના ખોળામાં બેસી પડી હતી. એને જોતાં લાગ્યું કે એ તિથિ ન હોય, છતાં દેવાયત, કલકલિયાની જેમ ઊડ્યો. તેને ભેટવા દોડે એ પહેલાં દાડિયાં કમાડોએ રોકી પાડ્યો હતો, પછી પોતાની આંખો ખેંચી, ખેંચી બહાર કાઢીને, પેલી તિથિની આંખોમાં ડૂબવા માંડ્યો. એનું મુખ ઝળાંહળાં હતું. મશાલ પોતે એની નાસિકા પર પાંચે આંગળીઓના ટેરવાં હળવાશથી ફેરવીને ઓજસ પાથરતી હતી. દશ વર્ષ પહેલાં જોયેલી તિથિ સાદી, હાલ તો ભાદ્રી પૂનમ બનીને નકશી ભરપૂર શોભાયમાન, કંઠે સુવર્ણ ચમકભર્યું મંગલસૂત્ર, હાથે સોનાનાં કંકણ જોઈને એને મળવા માટેનો ઊમટી આવેલો ઉમળકો કમાડની જેમ વાખી દબાવી દીધો, પછી પોતે અંદર શું થાય છે, એ જોવા અધીરો બન્યો.

થોડીવાર બાદ સગરામ ઊભો થયો. છ સ્ત્રીઓની કાંચળીઓ કઢાવીને, મસળતા મસળતો છેલ્લે તિથિ પાસે ગયો. પહેરેલ ચોળી સહજ એણે કાઢી આપી હતી. આ રીતની કંઈ સમજણ પડી નહીં. હશે કોઈ વિધિ, પણ સંકોચ વિના પોતાનાં પોયણાં સમાન થાનલાં ઉઘાડાં રાખી બેસી રહી એ નવાઈ લાગી. ભલું થજો, વાતા વાયરાનું કે ચૂંદડીનો પાલવ તેના ઉપર… છત્તર જેમ છવાઈ ગયો હતો.

સગરામ તો પેલી નારીઓ, એમાં તિથિ તરુણીને દેખતાં બોલ્યોઃ ‘જુઓ, સાતે જણાંની જુદા જુદા રંગની ચોળી-કાંચળીઓ ગોળીમાં નોંશ્લીને પણ કાળા દડિકા વડે હલાવું સું… ‘સેળભેળ થયા પસ મેં રાંણીછાપનો રૂપિયો દેખાડીને ઉલાળીશ. જે પુરુષ, એટલે કે પહેલા કુંવરજી આવ..’ ઑમ દરેકને છાપ કે કાંટો બોલાવીને કહીશ. જો એ છાપ બોલ્સને કાંટો –હળે તો ખોટો, બીજાનો વારો. જો એ કાંટો બલ્લ ને હાચો સિક્કો કાંટાવાળો પડ તો બંધ આંયે ગોળીમઅ હાથ નાંક્ષી, ઈમાંથી એક કાંચળી કાઢ, જે રંગની કાંચળી નૈહળે એ બાઈનઅ પહેરાલીને ઈના હારે હેલી ઓરડીમઅ જોંય, તંઈ રાત ગાળે. ઓમ વારાફરતી બધા, ચોળીકાંચળીઓ નૈહળે ઈમ ભાદરવી અમાવાસ્યા ઉજવ્વા છા, હમજ્યા…?’

આ બધું દરવાજા બહારથી દેવાયત સાંભળતો સાંભળતો માંહ્ય એકધારી નજર નાખતો રહ્યો. આમ તો તિથિ ઉમંગનાં રૂગનાથની છાતી સાથે ચિપટાઈ ગઈ હતી. બીજી સ્ત્રીઓ તો ગેલમાં. બંને બાજુએ કરેણ પોતાનાં ફૂલો ઝૂલાવતી હસતી હતી. મશાલ સતત જલતી રહીને બાવાને તમાચા ચોડતી હોય એવું લાગ્યું. ક્યાંક ચીબડ કૂચાકૂચ-ના કર્કશ સ્વરો ઉડાડતી બોલવા માંડી. ત્યાં ગોદડમુખીના હાથમાં સગુના પીંજારીની કાંચળી આવી. બંને રૂગનાથને નમીને પહેલી ઓરડી તરફ જવા ઊપડ્યાં. સોની ગજાનંદને ઠીંગણી વહુ નાની મળ્યાં. ઊંચી-પાતળી કાજલી તો કુંવરજીના પડખાપડછાયામાં લપાતી લપાતી ક્યાંક.. ત્યારે શીળીના ચાઠાંવાળી સંતોક, રત્ના માટે હોય એમ થનગની હતી. વલી તો બેઠી દડીની સોમલીને ભેટી પડ્યો, પછી એનો હાથ પકડીને પૂંઠળ લઈ ગયો. છેલ્લે કંચન સોનારણની કાંચળી સગરામના હાથમાં આવી, ને રૂગનાથના હાથમાં તિથિનો ચોળી-કંચવો, બસ ગોળી મહિમા પૂરો થતાં બાવો બોલ્યોઃ

– ‘સગરામ તેરા બાહુ મેં કમખા હૈ યહ મુઝે બહુ પ્યારા હૈ, કંચન મુઝે દે દો, કંચન બિના મેરા સમય બિગડેગા, કોઈ બાર ઉસકા માલિક બનના મિલા નહીં હૈ. લે, યહ તિથિ કી ચોલી, તું ઈસ પર મરતા હૈ તો ઉસકી સાથે રંગરેલિયાં. મેં કંચનકી સાથ મેરી કામના મીટા સકું?’

ત્યાં ક્યાંક ઘુવડ બોલ્યો. ‘ઘૂઉઉરક ઘેરો ઘૂઉક.’ દેવાયતે એનો અર્થ હંસલી મેરી પત્ની હૈ…’ તારવે એ પહેલાં પેલો ભસ્મ ચોળ્યો. સગરામ લાજશરમ વિના તિથિને વળગી પડ્યો, વળી ઉપાડીને રમાડી લીધી હતી. એણેય કેવા હાથ એના ગળે ભરાવી દીધેલા, જાણે સગરામની જ રાતરાણી! એને લઈને એ મંદિર પૂંઠળ કેવો દોડ્યો હતો? તિથિના બે પગ અંધારામાં જ થનગનાટવાળા જોયા, પછી દેવાયતે એકદમ આંખો મીંચી દીધી. ઘડીક પછી ઉઘાડી તો દેવળ અને આગળનું આંગણું સૂમસામ. પેલો ગર્ભદીવડો પણ ઓલવાઈ ગયો હતો. બધે અંધાર… અંધાર… આખા કામનાથને પકડી એ છેક ઊંચે ચઢી ચકરાવો લઈને, છવાતો રહ્યો એવું લાગ્યું, છતાંયે તિથિને મળવા અધીરો. સગરામથી તેને બચાવવા એ વરંડો ચઢી કૂદીને પેલી પા જવા, પણ એય ઊંચો ઊંચો અડીખમ ભૈરવ. પછી દરવાજાને હચમચાવવા માંડ્યો. અંધાર પીધેલાં કમાડ પણ મક્કમ. ડોકાબારીને બે-ચાર પાટા ઝીંકી દીધાં, થયું, આ મંદિર ના હોય! છતાં અંદર જવા દરવાજાને બળપૂર્વક છાતી ઠોકી, તો તમ્મર ચડ્યા, ને સાથે લાવેલી તિથિના નવા પહેરવેશ માટેની પેલી થેલીમાંથી કોરાંકટ સાડી-ચણિયા-ચોળી સરકીને જમીન ઉપર પછડાયાં. હાથમાં ખાલી પ્લાસ્ટિક રહી જવા પામ્યું. એ બેશુદ્ધ શો ભોંય, પેલા પહેરવેશ પર ઢળી પડ્યો. ખાલી ખાલી મોઢું ઘસતો રહ્યો, પછી થયું દશ વરસ પહેલાં દેખેલી તિથિ અને આજ કામનાથમાં જોયેલી તિથિમાં ઘણો ફેરફાર… પ્રશ્ન થયો, હવે મારે તિથિ જોડે શી લેવાદેવા..? છતાંયે અંધારામાં પેલો પહેરવેશ વ્હાલો લાગ્યો. એના પર પડ્યો રહ્યો. માંડ માંડ બેઠા થતાં થતાં આઠે અંગો છૂટાં પડી ગયાં હોય એવું ભાસ્યું. એ પરાણે બેઠો તો થયો. સામે એકલી મધ્યરાત્રિ વ્યાપી હતી. ક્યાં જાઉં એની ગતાગમ ન રહી. ઊંચે, ઘણે ઊંચે દૂર દૃષ્ટિ ફેંકી તો આકાશમાં કરેણનાં પીળાં ફૂલની જેમ પુષ્યનક્ષત્ર એકલું એકલું ઝગમગી રહ્યું હતું.