ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/ઉઘાડું ઘર

ઉઘાડું ઘર

પીતાંબર પટેલ

ઉઘાડું ઘર (પીતાંબર પટેલ; પીતાંબર પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, ૧૯૬૦) ભગત દત્તક પુત્ર લેવા રાજી થયા હોવાથી દિવાળીબા દિયરના દીકરા મફત પર પસંદગી ઠેરવે છે પરંતુ ભગતનો બીજો ભાઈ જેસિંગ મરણિયો થઈ એની સામે પડતાં ભગત કોઈને પણ દત્તક ન લેવાનું જાહેર કરે છે. ગામનાં છોકરાંને પોતાનાં કરવાને બદલે એક મફતને પોતાનો કરવાની સંકુચિતતાનું ભગતને ભાન થાય છે અને ઘરબાર છોડી દે છે. કથાવસ્તુ પાછળ ભગતની સંકુચિતતામાંથી વિસ્તરતી સમજનો સંકેત છે.
ચં.