ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/ઉઘાડ
Jump to navigation
Jump to search
ઉઘાડ
બકુલ દવે
ઉઘાડ (બકુલ દવે; પુનઃસંધાન’, ૧૯૮૫) અંજલિ અને મહેશ પ્રેમલગ્નથી જોડાયાં છે. મહેશ ઑફિસે જાય પછી નવરી પડેલી અંજલિ ઘરની સાફસૂફી કરે છે. ટેબલના ખાનામાંથી મહેશે સલોનીને લખેલો પ્રેમપત્ર મળી આવતાં અંજલિ આખો દિવસ મહેશના પ્રેમ વિશે શંકા-કુશંકા કરતી રહે છે. વરસાદી સાંજે મહેશ, પોતે લગ્ન પૂર્વે લખેલી પત્રરૂપ વાર્તા વાંચવાની દરખાસ્ત કરે છે અને શંકાનાં વાદળ વિખેરાઈ ઉઘાડ નીકળે છે.
ર.