ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/ઉટાંટિયો
Jump to navigation
Jump to search
ઉટાંટિયો
હરીશ મંગલમ્
ઉટાંટિયો - (હરીશ મંગલમ્, ‘તલપ’, ૨૦૦૧) મરેલાં ઢોર ઢસડી જનારાં કચરો અને રતન, ગામનાં છોકરાંને કુંડનું પાણી પાઈને એમનો ઉટાંટિયો મટાડે છે પણ ગામલોક એનો ઉપકાર ગણતાં નથી. જમીન ટોચમર્યાદામાં કચરાને મળેલી જમીન અંગે થયેલા ઝઘડામાં હુમલો કરવા આવેલા ગામલોકો ઉટાંટિયાની દવા કરાવવા આવ્યા છે – એવું માની બેસતા કચરાની મનોમયતાનું નિરૂપણ વાર્તાનું જમા પાસું છે.
ર.