ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/એક મુસાફરી
Jump to navigation
Jump to search
એક મુસાફરી
ધીરુબહેન પટેલ
એક મુસાફરી (ધીરુબહેન પટેલ; ‘વિશ્રંભકથા’, ૧૯૬૬) પિતાને પોતાના પ્રિયતમ શોભનને મળવા લઈ જતી સ્વાતિનું પનારું રેલવેયાત્રામાં એક સાવ કંજૂસ, ઝઘડાખોર અને લઘરા માણસ સાથે પડે છે. એની સામે બેસીને ભોજન પણ ન કરી શકનારી સ્વાતિ શોભનના ગામના સ્ટેશને ઊતરતાં પહેલાં જાણે છે કે આ અસભ્ય માણસ તો શોભનના પિતા છે. એ મુસાફરી તથા તેના પ્રયોજનના અંત સાથે પૂરી થતી વાર્તા તેના અણધાર્યા પણ રોચક વળાંકથી સ્પર્શક્ષમ નીવડે છે.
ર.