ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/એ લોકો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
એ લોકો

હિમાંશી શેલત

એ લોકો (હિમાંશી શેલત; ‘એ લોકો’, ૧૯૯૭) મંગળ પ્રસંગે હીજડાઓ એમની બક્ષિસ લેવા આવ્યા છે. ઘરમાં અણધારી થયેલી બોલાચાલી ક્રમશઃ જલદ થાય છે. સ્ત્રીનું અંતિમ વાક્ય : “ધણીપણું દેખાડે છે તું મને... તું? સાલા બાયલા... કહું આ બધાને તું કેવો મરદ..." સોપો પાડી દે છે. વાર્તાના અંતે, હીજડાઓને ‘આજે હવે કંઈ નહિ, લગનને દહાડે આવજો... એવું કહેવા આવેલા પેલા પુરુષને વાર્તાકારે હીજડાઓની નજરે ‘ટટ્ટાર, મર્દાના છટા’માં દર્શાવ્યો છે. પુરુષની નપુંસકતા, સ્ત્રી પર એની સીનાજોરી અને હીજડાઓની હાજરી - આ ત્રણ બાબતોના સંનિધીકરણથી વાર્તા રચાયેલી છે.
ઈ.