ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કરિયાવર

કરિયાવર

બિપિન પટેલ

કરિયાવર (બિપિન પટેલ; ‘કરિયાવર’, ૧૯૯૮) નર્મદા પોતે શ્રીમંત ઘરની દીકરી છે અને તેની પુત્રવધૂ પણ અઢળક કરિયાવર લઈને આવી છે છતાં નર્મદાના નસીબમાં સુખનો પડછાયો ય પડતો નથી. એનો જીવન-આધાર તો સિલાઈ મશીન જ છે – એ કટુ વાસ્તવિકતા અહીં વ્યંજનાથી નિરૂપાઈ છે. સગાઈ, લગ્ન, જીવનની તડકી-છાંયડી અને કરિયાવર વિશે થતી વાતો - આ બધાંના નિરૂપણ દ્વારા વાર્તાકારે લોકમાનસનું ઝીણવટભર્યું આલેખન મહેસાણાની લોકબોલીમાં કર્યું છે.
પા.