ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કાંઠાનું જળ
Jump to navigation
Jump to search
કાંઠાનું જળ
કંદર્પ ર. દેસાઈ
કાંઠાનું જળ (કંદર્પ ર. દેસાઈ; ‘કાંઠાનું જળ’, ૨૦૦૦) કૈશોર્ય છોડી યૌવનના પગથિયે ઊભેલા કથાનાયક નાનભૈના બે જીવનપ્રસંગો - તળાવના કાંઠાના જળમાં ડૂબતી વેળા કાનમાં ભમરીઓ બોલી હતી તે તેમ જ પડોશી જશીબાના દેહસરોવરમાં ડૂબી જવાની ક્ષણે ફરી કાનમાં બોલેલી પેલી ભમરીઓની વચ્ચે વાર્તા સરજાઈ છે પણ કથાપ્રસંગો સરળ રેખિક ગતિએ ન આલેખાતો ચૈતસિક સમયને અનુસરે છે. કૈશોર્યનું યૌવનમાં થયેલું રૂપાંતરણ અહીં પ્રથમ જાતીય અનુભવના નિરૂપણથી સંવત તેમ જ કલાત્મક નીવડ્યું છે.
ઈ.