ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કિમી-ચાન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કિમી-ચાન

બકુલેશ

કિમી-ચાન (બકુલેશ; ‘બકુલેશની વાર્તાઓ’, સં. મહેશ દવે, ૧૯૭૭) વાર્તાનાયક કલકત્તાની ચિનાઈ ગલીમાં જઈ ચડે છે. અબ્દુલ નામનો દલાલ એને કિમી-ચાન પાસે લઈ જાય છે. વિપદાની મારી વેશ્યા બનેલી એ સ્ત્રી ચીનમાં મોટાં થતાં એનાં સંતાનોને શોધે છે. નાયકના પાકિટની ઉઠાંતરી કરનાર સાગરિત સાથેના ઝઘડામાં ઘવાઈને કિમી દવાખાને ગઈ છે – એવું નિરૂપણ કરતી વાર્તામાં વેશ્યાજીવનની કરુણતા ને સચ્ચાઈ સરસ રીતે આલેખાઈ છે.
ર.