ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કુરુક્ષેત્ર
કુરુક્ષેત્ર
સુરેશ હ. જોષી
કુરુક્ષેત્ર (સુરેશ હ. જોષી; ‘બીજી થોડીક’, ૧૯૫૮) રાત્રે બે વાગ્યે ઘરમાં પગ મૂકતો નાયક મધ્યમ વર્ગની સાંકડમોકડ તેમ જ જુગુપ્સા પ્રેરતી પત્નીના સહવાસની સાથે અન્ય નારીઓની મોહક કલ્પનાઓને ભેળવતો, વાસ્તવિકતા સાથે કુરુક્ષેત્ર આદરે છે. આવું કથાનક કાવ્યગંધી ગદ્યનાં વિશિષ્ટ સંવેદનોથી આકર્ષક રીતે ઊપસ્યું છે.
ચં.