ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કેશવરામ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કેશવરામ

રામનારાયણ વિ. પાઠક

કેશવરામ (રામનારાયણ વિ. પાઠક; ‘દ્વિરેફની વાતો’ ભાગ-૩, ૧૯૪૨) કેશવરામને ભૈરવની ઉપાસના હતી અને એમને અનુષ્ઠાનથી પુત્રપ્રાપ્તિ થઈ શકી હોત પરંતુ વ્યક્તિગત સ્વાર્થ માટે અનુષ્ઠાન ન કરનાર કેશવરામ દ્વેષથી કીલા ભટ્ટ પર એનો પ્રયોગ કરી બેસે છે. અંતે બધા મોહથી મુક્ત થઈ સચ્ચિદાનંદ સરસ્વતી થયેલા કેશવરામ મંત્ર બીજાને ન આપતાં, એનું વિસર્જન કરી એના મોહથી પણ મુક્ત થાય છે. શક્તિનો દુરુપયોગ ન હોઈ શકે એ મર્મ પર વાર્તા કેન્દ્રિત છે.
ચં.