ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કોમલ ગાંધાર
કોમલ ગાંધાર
શિવકુમાર જોષી
કોમલ ગાંધાર (શિવકુમાર જોષી; ‘શિવકુમાર જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૮૫) સંગીતના જલસા અંગે માતા-પિતાના દાંપત્યજીવનમાં જન્મેલા ક્લેશનો સાક્ષી થયેલો નાયક નિર્મલેન્દુ પિતાથી અલગ રહેતી માતા સાથે રહી અપરિણીત જીવન જીવે છે પણ પિતા તરફથી મળેલી સંગીતની સાધના તે, માતા ન જાણે એમ દૂર બાગમાં રાત્રિ વેળાએ કરતો રહે છે. તેની આવી વિષમ સ્થિતિનો માતાને પણ રંજ છે – એવા વળાંક સાથે પૂરી થતી વાર્તામાં સ્થળ-સમયનાં પરિમાણ રોચક નીવડ્યાં છે.
ર.