ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/ક્યાંક સાંકડી તિરાડ છે તો ક્યાંક અફાટ અવકાશ છે
ક્યાંક સાંકડી તિરાડ છે તો ક્યાંક અફાટ અવકાશ છે
મુકુન્દ પરીખ
ક્યાંક સાંકડી તિરાડ છે તો ક્યાંક અફાટ અવકાશ છે (મુકુન્દ પરીખ; ‘કૃતિ’, ૧૯૬૯, અંક: ૩) क પુસ્તકાલયમાં પ્રવેશ કરે છે અને કોઈક વૃદ્ધના સંપર્કમાં મુકાતાં સ્મૃતિ અને વિકારોના જગતમાં જઈ પડે છે. એની કામવૃત્તિ આંતરિક પરિતૃપ્તિ શોધે છે. વાર્તામાં ક્યાંક પદ્યની નજીક જતો ગદ્યલય નોંધપાત્ર છે.
ચં.