ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/ક્રોસ ફેઈડ
Jump to navigation
Jump to search
ક્રોસ ફેઈડ
હસમુખ બારાડી
ક્રોસ ફેઈડ (હસમુખ બારાડી; ‘સુરેશ જોષીથી સત્યજિત શર્મા’, સં. સુમન શાહ, ૧૯૭૫) ‘એ’ અને ‘તું’ એવા બે પુરુષો વચ્ચે રહેલી નાયિકાના વિશિષ્ટ સંવેદન રૂપે વિસ્તરેલી આ વાર્તામાં રેડિયોરૂપકના કેટલાક અંશોને સામેલ કરવામાં આવ્યા છે. કેટલાંક કલ્પનોથી ધ્યાન ખેંચતું કથાનક પ્રયોગશીલ છે. ચં.
ર.