ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ગ/ગંગા! તને શું થાય છે?
Jump to navigation
Jump to search
ગંગા! તને શું થાય છે?
ઝવેરચંદ મેઘાણી
ગંગા! તને શું થાય છે? (ઝવેરચંદ મેઘાણી; ‘મેઘાણીની નવલિકાઓ’, ભા. ૨, ૧૯૩૫) સવાસૂરિયાં ચાર સંતાનો પછી, ઘરની હાલત જોઈ, પાંચમાના ઓધાનની જાણ થતાં મા ગંગા પોતે જ ગાજરનાં બી ખાઈને ગર્ભપાતનું પાપ અને ગુનો કરે છે. પડોશી પોલીસને જાણ કરી કેસ કરાવે છે. બી વેચનારી વાઘરણની જુબાનીમાં આરોપી ઉપરાંત ફરિયાદીઓનાં કરતૂત પણ ખુલ્લાં પડે છે. આવી પહોંચેલા સમયને પારખીને, ગુનાની વિવશતા સ્વીકારીને ન્યાયાધીશ ગંગાને કોર્ટ ઊઠે ત્યાં સુધીની સજા ફરમાવે છે. વાર્તાકારનું સામાજિક દૂરંદેશીપણું અહીં સચોટ નિરૂપણ પામે છે. ર.
ચં.