ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ગ/ગુલામદીન ગાડીવાળો
ગુલામદીન ગાડીવાળો
ગુલાબદાસ બ્રોકર
ગુલામદીન ગાડીવાળો (ગુલાબદાસ બ્રોકર; ‘ઊભી વાટે’, ૧૯૪૪) ગાડીવાળો ગુલામદીન પ્રિયતમા આયેશાને અન્ય સાથે વાતચીત કરતી જોઈ જવાને કારણે ‘એ મોજડી મારા પગમાં બેસતી નથી’ એમ માનીને તલ્લાક આપે છે એની દર્દકથા વાર્તામાં વણાઈ છે. પ્રસંગને વધુ ચીપકી રહેતી આ વાર્તાનું ગદ્ય વાતચીતની નજીકનું છે.
ચં.