ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ગ/ગૂમડું

ગૂમડું

અજિત ઠાકોર

ગૂમડું (અજિત ઠાકોર; ‘તખુની વાર્તા’, ૨૦૦૬) તખુને થયેલું ગૂમડું પાકીને ગેગી ગયું છે. આળસનો માર્યો એ ડૉક્ટર પાસે જતો નથી. શહેરથી વતન ગયેલા તખુને ઘરમાં કંઈ ગંદી વાસ આવ્યા કરે છે. ચાર ભાઈઓનું કુટુમ્બ પણ સ્વાર્થવશ ગેગી જઈને વાસ મારે છે. ગૂમડા અને કુટુંબના સમાન્તર આલેખન દ્વારા સ્વજનોના ઊંચા જીવને આલેખતી વાર્તામાં ચરોતરી બોલીનો પ્રયોગ ધ્યાન ખેંચે છે.
ચં.