ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ચ/ચંદનનો સાબુ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ચંદનનો સાબુ

કિશનસિંહ ચાવડા

ચંદનનો સાબુ (કિશનસિંહ ચાવડા; ‘શર્વરી’, ૧૯૫૬) સ્નેહાળ યજમાન-કુટુંબમાં પોતે નહાવા માટે મંગાવેલા ચંદનના સાબુને કોઈએ હાથ પણ નહોતો અડાડ્યો - એ વાતના અચરજ વચ્ચે બાળકી માયાને નવડાવ્યા પછી જ કુલીનને સાબુનો સાચો ઉપયોગ થયાનું લાગે છે. એ જ પ્રસંગની સ્મૃતિ મિત્ર સુનંદાને માલિશ કરતી વેળાએ કુલીનને સાંગોપાંગ ઉગારે છે - એવા ચારિત્ર્યના પ્રશ્નને સભાનપણે ઉપસાવતું કથાવસ્તુ મુખર છતાં કંઈક અંશે રસપ્રદ છે.
ચં.