ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ચ/ચાકળા
Jump to navigation
Jump to search
ચાકળા
મોના પાત્રાવાલા
ચાકળા (મોના પાત્રાવાલા; ‘રાની બિલાડો’, ૨૦૦૨) લાછી, તેનો પતિ બનસુ અને પુત્ર સુંદર તથા પારસી શેઠ રતનશાના અવળસવળ સંબંધોનું નિરૂપણ અહીં થયું છે. લાછીને રતનશા સાથે મેળ છે અને સુંદર એ પોતાનો નહીં પણ રતનશાનો પુત્ર છે તેની બનસુને ખબર છે. સુંદર પણ મોટો થતાં, એ રતનશાનો પુત્ર છે - એ વાતે મૂંઝાય છે. કથાસમય દરમિયાન રતનશા અને બનસુ તો હયાત નથી. આંગણું વાળતી લાછીને થઈ આવેલા વિગત- સ્મરણ રૂપે વાર્તા આરંભાઈ છે. એક સંકુલ જીવનસ્થિતિ અહીં પાત્રોનાં મનઃસંચલનોના નિરૂપણ દ્વારા આલેખાઈ છે.
ઈ.