ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ચ/ચોસઠથી આઠ ઉપર
Jump to navigation
Jump to search
ચોસઠથી આઠ ઉપર
લક્ષ્મીકાન્ત હ. ભટ્ટ
ચોસઠથી આઠ ઉપર (લક્ષ્મીકાન્ત હ. ભટ્ટ; ‘ટીપે...ટીપે…’, ૧૯૭૭) ધરતીકંપનો એક આંચકો, ક્ષણ પહેલાં બધું જે જીવનથી ધબકતું હતું એના પર બીજી ક્ષણે મૃત્યુનો કારમો ઓળો પાથરી દે છે અને કંપ શમી જતાં ફરી પાછો જીવનસંચાર ચાલુ થાય છે. આ અંતરિયાળ ક્ષણને ચલચિત્રની ધીમી ગતિમાં ઉતારવાની ઝંખના રાખતા નાયકની ચેતનામાંથી વાર્તા વિસ્તરી છે. ક્યાંક વાર્તાના ઘટકો વધુ બોલકા બની ગયા છે છતાં એકંદરે વાર્તાનું પ્રયોગમૂલ્ય આવકાર્ય છે.
ચં.