ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/છ/છબીલકાકાનો બીજો પગ

છબીલકાકાનો બીજો પગ

રાવજી પટેલ

છબીલકાકાનો બીજો પગ (રાવજી પટેલ; ‘વૃત્તિ અને વાર્તા’, ૧૯૭૭) ઘરમાલિક છબીલદાસના સજાતીય સંબંધથી છટકીને, ઘરકામ કરનારો બાબુડિયો રેવાની સાથેના સંબંધે નવો બાબુડિયો બની રહે છે - આ રૂપાન્તર વાર્તાનું મુખ્ય હાર્દ છે. એની સંકુલતાને વ્યંજિત સ્તર પર પ્રગટવા દીધી છે.
ચં.