ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/છ/છીએ તેથી

છીએ તેથી

પ્રબોધ પરીખ

છીએ તેથી (પ્રબોધ પરીખ; ‘કારણ વિનાના લોકો’, ૧૯૭૭) બા, બાપુજી, પ્રિયતમા મીના, પડોશી શાંતિલાલ વગેરે બિન્દુઓને સ્પર્શીને અસંબદ્ધ રહી પતંગની માફક ઊડતું, આખડતું અને છતાં કોઈ સમજને પડઘાવ્યા કરતું કથાનક ઘટના વગરની સ્થિતિની ઘટનાને નિરૂપે છે. તર્ક અને સંગતિને છોડી ભાષા સાથે વાર્તામાં વર્તવાનો પ્રયોગ અહીં આત્યંતિક નીવડ્યો છે.
ચં.