ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/જ/જવા દઈશું તમને
Jump to navigation
Jump to search
જવા દઈશું તમને
કુન્દનિકા કાપડિયા
જવા દઈશું તમને (કુન્દનિકા કાપડિયા; ‘જવા દઈશું તમને’, ૧૯૮૩) ટાગોર, યીટ્સ અને ઇબ્સનની કવિતાથી તરબતર નાયિકા મૃત્યુપળની રાહ જુએ છે. સ્વજનો આવી પહોંચ્યાં છે. અમેરિકાથી નાનો દીકરો ને વહુ પણ આવી જાય છે. સૌ પોતપોતાનામાં વ્યસ્ત છે ત્યારે અમેરિકન પુત્રવધૂ મારિયા સાસુ પાસે જઈ કવિતા, ચાંદની અને વૃક્ષ-મંજરી વિશે વાત કરી પરિચયનો પુલ રચે છે. નાયિકાની મૃત્યુપળો આનંદભરી બની જાય છે. વસ્તુ અને શૈલી ઉભય સ્તરે વાર્તા સ્પર્શક્ષમ નીવડે છે.
ર.