ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/જ/જાળિયું

From Ekatra Foundation
Jump to navigation Jump to search
જાળિયું

હર્ષદ ત્રિવેદી

જાળિયું (હર્ષદ ત્રિવેદી; ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા’ ભા.-૨, સં. રઘુવીર ચૌધરી, ૧૯૯૯) કિશોર વયની સુગંધી એના ઘરના જાળિયામાંથી જ નાયકને જતો-આવતો જુએ છે તો નાયક પણ જાળિયાના માધ્યમથી જ સુગંધી સાથે સંકળાય છે. સુગંધીનાં ફૈબા એમાં વ્યવધાન બને છે – રક્ષાબંધનના દિવસે એ સુગંધીને નાયકના હાથે રાખડી બાંધવા વિવશ કરે છે. વળતે દિવસે નાયકને સુગંધી જાળિયામાં ઈંટ મૂકતી દેખાય છે. વર્ષો પછી ફૈબાને ઘેર આવેલો કથાનાયક જાળિયું જોઈને વીત્યા દિવસોનાં સ્મરણોને વશ થાય - એ રીતે કહેવાયેલી વાર્તામાં વયસંધિકાળના જાતીય આકર્ષણની માર્મિક ક્ષણો જીવંત થઈ છે.
ઈ.