ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ઝ/ઝાંઝવાનાં જળ
ઝાંઝવાનાં જળ
લીલાવતી મુનશી
ઝાંઝવાનાં જળ (લીલાવતી મુનશી; ‘રેખાચિત્રો અને કેટલાક લેખો’, ૧૯૨૫) પોતાના સ્ત્રીત્વનો આદર કરે એવા કોઈ નરકેસરીને વરવા ઝંખતી કલાના જીવનમાં એને ગમી જાય એવો રજની પ્રવેશે છે ખરો પણ અંતે રજની પણ મિત્રની સાથે શરત લગાવી પોતાને જીતવા આવ્યો હતો એની જાણ થતાં કલા આઘાત અનુભવે છે. રજનીએ પણ એને પૂતળાથી વધારે નહોતી ગણી -એ નિર્ભ્રાન્તિની કરુણ કથા અહીં કલાત્મક રીતે નિરૂપાયેલી છે.
ચં.