ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ટ/ટક્કો મૂંડો
ટક્કો મૂંડો
હેમાંગિની અ. રાનડે
ટક્કો મૂંડો (હેમાંગિની અ. રાનડે; ‘નવનીત-સમર્પણ’- ડિસેમ્બર, ૨૦૦૭) પૌત્રી કિન્નરીના માથામાં જૂ પડી હોવાથી તેના વાળ કપાવી નાખવાનો વહુનો નિર્ણય સાંભળી દાદીમા સરસ્વતી ભૂતકાળમાં પહોંચી જાય છે. ગામડાગામની નાની સરસને માસીબા શહેરમાં એમને ત્યાં લઈ તો જાય છે પણ એના માથામાં પડેલી જૂ જોઈ માથે ટક્કો મૂંડો કરાવી નાખે છે. આવી ક્રૂરતા પછી ઘરમાં અને સ્કૂલમાં અપમાનિત થતી સરસ પોતે માથામાંનો કીડો બની ગઈ હોય એવું અનુભવે છે. અણધાર્યા આવેલા પિતા એને પાછી ઘેર લઈ જાય છે. સ્મૃતિશરણ થયેલી સરસ્વતી દાદી રડે છે પણ કોઈને કારણ સમજાતું નથી. સાંપ્રત અને વિગતની સહોપસ્થિતિ દ્વારા, સમય સિવાય કશું જ બદલાયું નથી - એવું બળકટ સૂચન થયું છે.
પા.