ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ટ/ટાઢ
ટાઢ
ધીરુબહેન પટેલ
ટાઢ (ધીરુબહેન પટેલ; ‘લીલાવતી મુનશીથી હિમાંશી શેલત’, સં. ભારતી વૈદ્ય, ૧૯૮૭) ચંદુ અને હીરિયાની મિત્રજોડીમાં ચંદુની સરદારી હંમેશાં આગળ રહેતી પરંતુ વગડેથી ભણીને પાછા ફરતા હીરિયાએ ચંદુની બહાદુરીને ઉશ્કેરીને વાવમાં ઉતારેલો અને ચંદુ મોતને વરેલો. આ રહસ્યને અપરાધવૃત્તિથી જાળવી રાખતા હીરિયાના માનસનું ચિત્રણ વાર્તામાં ટાઢને અનુલક્ષીને સુપેરે થયું છે.
ચં.