ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ત/તમ્મર
Jump to navigation
Jump to search
તમ્મર
રઘુવીર ચૌધરી
તમ્મર (રઘુવીર ચૌધરી; ‘રઘુવીર ચૌધરીની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૮૬) પોતાની પ્રકૃતિની જાણ હોવા છતાં, મિત્ર દ્વારા ચણાઈ રહેલા બહુમાળી મકાન પરથી નાયક નીચે થયેલો કાર-અકસ્માત જુએ છે અને તેથી આવેલા તમ્મરના અનુભવને સચ્ચાઈથી પામવા તથા એની વ્યગ્રતાથી બચવા માટે શરાબની મદદ લેવાના મિત્રના પ્રસ્તાવનો નાયકે કરેલો અસ્વીકાર વાર્તામાં રોચક રીતે નિરૂપાયો છે.
ર.